સામાજિક સંદેશો આપવાની ફિલ્મની ફરજ નથી : ફિલ્મ સર્જક ફારાહ ખાન


મુંબઇ તા.3 એપ્રિલ 2019, બુધવાર

મોખરાની કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક ફારાહ ખાને કહ્યું હતું કે ફિલ્મો સામાજિક સંદેશો આપવા માટે નથી. સામાજિક હેતુ માટે ફિલ્મનો ઉપયોગ થાય એ પણ જરૃરી નથી.

'ફિલ્મનો પાયાનો હેતુ મનોરંજન કરવાનો છે. અનાયાસે કે અકસ્માતે એમાં સામાજિક ઉદ્દેશ સર થઇ જાય કે લોકોને કોઇ સંદેશો મળી જાય એ સમજી શકાય છે. પરંતુ માત્ર સામાજિક હેતુ સર કરવા કે સંદેશો આપવા માટે ફિલ્મો બનાવવાની વાત સાથે હું સંમત નથી' એમ ફારાહ ખાને કહ્યું હતું.

ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મો આપનારી ફારાહે કહ્યું કે દરેક વ્યક્તિ અલગ વિચાર ધરાવતી હોય છે. દરેક વ્યક્તિ બોલકી કે પરિસ્થિતિ સામે અવાજ ઊઠાવનારી હોતી નથી. પરંતુ એનો અર્થ એવોય નથી કે ફિલ્મ દ્વારા સામાજિક સંદેશો આપવાની ફરજ પાડવામાં આવે. અનાયાસે એવું બની જાય તો સમજી શકાય. આમિર ખાનની તારે જમીં પર ફિલ્મે ઓટિઝમ વિશે લોકોને જાગૃત કર્યા. એ એક સ્વાભાવિક પ્રક્રિયા હતી. પરંતુ માત્ર અને માત્ર એવા વિષયો લઇને ફિલ્મ બનાવવાની ફરજ કોઇ ફિલ્મ સર્જકને પાડી શકાય નહીં. ફિલ્મોનો પાયાનો હેતુ મનોરંજન પીરસવાનો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UqJZax
via Latest Gujarati News

Post a Comment

0 Comments