બોલિવૂડનો રોમાન્સ હવે કંટાળો ઉપજાવે છે : અભિનેત્રી તબુ


મુંબઇ તા.3 એપ્રિલ 2019, બુધવાર

કારકિર્દીની પહેલી ફિલ્મથી પોતાના અભિનયની આગવી મુદ્રા ઉપસાવનારી તબુ કહે છે કે બોલિવૂડની ફિલ્મોમાં રોમાન્સની એક સરખી લઢણ જોઇ જોઇને હવે તો ઊબકા આવે છે. દાયકાઓથી એકની એક સ્ટાઇલથી રોમાન્સ રજૂ થતો રહ્યો છે.

'પરદા પર રોમાન્સ રજૂ કરવાની એકની એક લઢણ દાયકાઓથી જોવા મળે છે. એમાં કોઇ નવીનતા કે મૌલિકતા દેખાતી નથી એટલે મને હવે કંટાળો આવવા માંડયો છે. આટઆટલા લેખકો અને ઉત્તમ કક્ષાના ડાયરેક્ટર્સ આપણી પાસે છે. છતાં આપણે રોમાન્સનાં દ્રશ્યોમાં નવીનતા લાવી શકતા નથી એ કેવું કહેવાય ?' એમ તબુએ કહ્યું હતું.

અજય દેવગણ અને રકુલ પ્રીત સિઘની ફિલ્મ દે દે પ્યાર દેમાં એ ચમકી રહી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ચીની કમ પછી તમે એક પણ રોમાન્ટિક ફિલ્મ કરી નથી એવી ટકોર કરતાં તબુએ આ પ્રમાણે કહ્યું હતું. એણે કહ્યું કે રોમાન્સનાં દ્રશ્યોમાં તાજગી અને નવીનતા આવે એ આજની તાતી જરૃરિયાત છે. એક સરખાં બીબાંઢાળ (મોનોટોનસ ) દ્રશ્યો જોઇ જોઇને દર્શકો પણ હવે કંટાળ્યા છે. તમે થિયેટરમાં લટાર મારો. રોમાન્સનું દ્રશ્ય આવે ત્યારે લોકો ટીખળ કરે છે, મજાક કરવા માંડે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CPwtDy
via Latest Gujarati News

Post a Comment

0 Comments