બિકિનીધારી કૃતિ સેનન ટ્રોલ થઇ


મુંબઇ તા.3 એપ્રિલ 2019, બુધવાર

હોનહાર અભિનેત્રી કૃતિ સેનન તાજેતરમાં સોશ્યલ મિડિયા પર એણે મૂકેલી એક તસવીરના પગલે ટ્રોલ થઇ હતી. એણે પોતે બિકિની પહેરીને એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો. આ ફોટોગ્રાફ પર એ ટ્રોલ થઇ હતી.

ૂબરેલી કી બરફી અને લૂકા છૂપી જેવી તાજેતરની બબ્બે હિટ ફિલ્મો પછી કૃતિએ પોતે બિકિની પહેરીને એક પોઝ આપ્યો હતો અને એ ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો. આ ફોટોગ્રાફ કૃતિ માલદીવ્સ ટાપુઓ પર વેકેશન ગાળવા ગયેલી ત્યારનો છે. એમાં એ ભૂરા રંગની બિકિનીમાં સજ્જ દેખાય છે. અલબત્ત આ ફોટોગ્રાફમાં એ ખૂબ સુંદર દેખાય છે. સ્વીમીંગ પુલમાં કૃતિ બેઠી છે અને મેકપ વિના પણ સુંદર દેખાય છે.

પરંતુ એના ફેન્સ આ ફોટોગ્રાફ્સ જોઇને ચોંકી ગયા કે આ શું માંડયંુ છે ? એક ચાહકે તો કડવા શબ્દોમાં દાઝ ઊતારી. એણે લખ્યું કે હવે તારે દિશા પટણી બનવું છે કે શું ? આ શું માંડયું છે ? તને બિકિનીમાં પોઝ આપવાનું કોણે કહ્યું ?  દિશાની નકલ કરવાનંુ માંડી વાળે તો સારું. 

છેલ્લા થોડા સમયથી દિશા અવારનવાર બિકિનીમાં પોતાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કરે છે. એટલે કૃતિના ચાહકે એને એવો સવાલ કર્યો કે તું હવે દિશાના માર્ગે જઇ રહી છે કે શું ?



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HWaMpz
via Latest Gujarati News

Post a Comment

0 Comments