ઘરે 10 મિનિટમાં બનાવો 'ભુના મશરૂમ', આંગળી ચાટતા રહી જશે લોકો


અમદાવાદ, 3 એપ્રિલ 2019, બુધવાર

મશરૂમમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વ હોય છે. મશરૂમનો ઉપયોગ સૂપ, સોસ અને અન્ય વાનગી બનાવવામાં કરવામાં આવે છે. જો કે મશરૂમનો ઉપયોગ કરી અને ખાસ સબજી પણ બનાવી શકાય છે. આ સબજી છે ભુના મશરુમ, રેસ્ટોરન્ટમાં તો તમે આ સબજી ચાખી હશે પણ તેને તમે ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો અને તેનો સ્વાદ પણ બહાર જેવો જ ટેસ્ટ હશે.

સામગ્રી

બટન મશરુમ- 400 ગ્રામ

ટામેટા- 5

કોથમીર- જરૂર અનુસાર

ઓરેગાનો- 1 ચમચી

રોઝમેરી હર્બ- 1 ચમચી

ચીલી ફ્લેક્સ- 1 ચમચી

નમક- સ્વાદાનુસાર

મરી પાવડર- 1 ચમચી

ઓલિવ ઓઈલ- 1 ચમચી

રીત

મશરુમને ધોઈ અને તેને સુકાવી લો. મશરૂમને ચાર-ચાર ટુકડામાં સમારી લેવા. ટામેટાને પણ મશરુમ જેટલા કાપી લેવા. હવે એક મોટા વાસણમાં મશરુમ, ટામેટા અને અન્ય મસાલા સારી રીતે મીક્ષ કરો. આ સામગ્રીને 10 મિનિટ માટે રેસ્ટ આપો. તે સમય દરમિયાન ઓવનને 220 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રિ-હીટ કરી લો. બેકિંગ ટ્રેમાં એક બટર પેપર રાખી અને મશરૂમના મિશ્રણને તેના પર પાથરી દેવું. ટ્રેને ઓવનમાં 10 મિનિટ માટે બેક કરો. 10 મિનિટ બાદ મશરુમ ઓવનમાંથી કાઢી અને ગરમ ગરમ સર્વ કરો. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uI7SvO
via Latest Gujarati News

Post a Comment

0 Comments