
અમદાવાદ, 3 એપ્રિલ 2019, બુધવાર
લગ્ન બાદ દરેક સ્ત્રીને માતા બનવાની ઈચ્છા હોય છે. કેટલીક મહિલાઓને શારીરિક નબળાઈના કારણે આ સુખ મળતું નથી. આ નબળાઈ સ્ત્રીને માનસિક તાણ આપે છે. જો કે માતા બનવાની ઈચ્છા રાખતી મહિલાઓ તેના ખાનપાનની આદત બદલી અને પોતાના સંતાન પ્રાપ્તિના સપનાને પૂર્ણ કરી શકે છે. આ આદતોમાં સૌથી પહેલા તો નિયમિત રીતે 8 ખોરાકનું સેવન શરૂ કરવું જોઈએ.
રતાળુ
રતાળૂ પ્રજનન ક્ષમતાને વધારવાનું કામ કરે છે. દિવસના ખોરાકમાં રતાળૂનું સેવન અચૂક કરવું. તેમાં વિટામિન સી, બી અને બી6 ભરપૂર પ્રમાણ હોય છે. આ પદાર્થ સ્ત્રીના શરીરમાં બનતા બીજની સુરક્ષા વધારે છે.
ફૈટી ફિશ
સાલ્મન, સાર્ડિન, હેરિંગ અને અન્ય પ્રકારના ફેટી એસિડ પ્રજનન ક્ષમતા વધારે છે. તેમાં ઉચ્ચ સ્તરનું ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે. જે પ્રજનન અંગોમાં રક્ત પ્રવાહ વધારે છે.
આદુ
આદુનું સેવન કરવાથી પાચનતંત્ર સુધારે છે. તેનાથી શરીર પરના સોજા દૂર કરે છે. આદુને શાક, દાળ, ચામાં લઈ શકાય છે.
તજ
અંડાશયના કાર્યને સારી રીતે ઉત્તેજિત કરે છે. પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમથી પીડિત મહિલાઓએ તજનો ઉપયોગ ખાસ કરવો જોઈએ.
બીન્સ અને દાળ
બીન્સ અને દાળમાં આયરન અને વિટમીન હોય છે. તે સ્ત્રીના શરીરને માતૃત્વ ધારણ કરવા માટે મજબૂત બનાવે છે.
ટામેટા
ટામેટા પ્રજનન ક્ષમતાને વધારવા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. તે હોર્મોન્સને સંતુલિત કરી અને ઓવ્યૂલેશનને સુધારે છે.
ડ્રાય ફ્રૂટ્સ
ડ્રાય ફ્રૂટ્સ પ્રોટીન, વિટામીન અને મિનરલ્સનો એક મહત્વનો સ્ત્રોત છે. આ નટ્સ મહિલાઓના શરીરમાં બીજ બનાવવામાં મદદ કરે છે અને ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. દૂધ અથવા તો સલાડ સાથે ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાથી લાભ થાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TRMFtp
via Latest Gujarati News
0 Comments