એર પોલ્યુશનના કારણે ભારત અને ચીનમાં એક વર્ષમાં 25 લાખ લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019, બુધવાર

આડેધડ આર્થિક વિકાસ અને પર્યાવરણની ઉપેક્ષા કરવાના ગંભીર પરિણામો હવે ભારત ભોગવી રહ્યુ છે.

આમ તો એર પોલ્યુશન દુનિયાભરમાં મોટો ખતરો બની ચુક્યુ છે પણ ચીન અને ભારત માટે આ ખતરો સૌથી ગંભીર છે.2017ના વર્ષમાં દુનિયાભરમાં ઝેરીલી હવાના કારણે લગભગ 50 લાખ લોકો મોતને ભેટ્યા હતા. આ પૈકીના 25 લાખ મોત ભારત અને ચીનમાં જ થયા હતા.

અમેરિકાના બે ઈન્સ્ટિટ્યુયટે તૈયાર કરેલા એક અહેવાલમાં ઉપરોક્ત વિગતો પ્રકાશિત થઈ છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ભારત અને ચીનમાં 12-12 લાખ જેટલા લોકો વાયુ પ્રદૂષણના કારણે મોતને ભેટ્યા છે. આ આંકડો વધી રહ્યો છે. દક્ષિણ એશિયામાં જન્મ લેનાર દરેક બળકના જીવનના અઢી વર્ષ ઓછા થઈ રહ્યા છે. 2015માં ભારતમાં 11 લાખ લોકો વાયુ પ્રદૂષણથી મોતને ભેટ્યા હતા. હવે આ આંકડો વધીને 12 લાખ થયો છે.

ભારતમાં જેટલા મોત કુપોષણ, દારુ અને શારીરિક નિષ્ક્રિયતાના કારણે થાય છે તેનાથી વધારે મોત એર પોલ્યુશન અને તેના કારણે થતા રોગોના કારણે થઈ રહ્યા છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YKqvNC
via Latest Gujarati News

Post a Comment

0 Comments