ભારતીય મૂડી બજારમાં માનસ સુધરતા પી-નોટસ મારફતના રોકાણમાં વધારો

નવી દિલ્હી,તા. 17  એપ્રિલ, 2019, બુધવાર

ઘરેલું મૂડી બજારમાં પાર્ટિસિપેટરી નોટસ  (પી-નોટસ)મારફતનું ઈન્વેસ્ટમેન્ટ માર્ચના અંતે વધીને રૂપિયા ૭૮૧૧૦ કરોડ રહ્યું  હતું, પોઝિટિવ માર્કેટ સેન્ટિમેન્ટસને કારણે આ વૃદ્ધિ જોવા મળી હતી. 

ભારતમાં રોકાણ કરવા માગતા વિદેશી રોકાણકારો જેઓ સેબીમાં રજિસ્ટર્ડ થયા ન હોય તેવા રોકાણકારો સેબીમાં રજિસ્ટર્ડ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા દેશના મૂડી બજારમાં રોકાણ કરી શકે છે જે સામે એફપીઆઈ તેમને પી-નોટસ જારી કરે છે. 

સેબીના છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે, પી-નોટસ મારફતનો રોકાણ આંક માર્ચના અંતે રૂપિયા ૭૮૧૧૦ કરોડ પર પહોંચ્યો હતો. ફેબુ્રઆરીના અંતે આ આંક રૂપિયા ૭૩૪૨૮ કરોડ હતો. 

પી-નોટસ ઉપરાંત એફપીઆઈ દ્વારા ભારતીય ઈક્વિટીઝમાં ફેબુ્રઆરીમાં રૂપિયા ૧૩૫૦૦ કરોડ ઠલવાયા હતા તે માર્ચમાં વધીને રૂપિયા ૩૨૦૦૦ કરોડ રહ્યા હતા, એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. માર્ચના અંતે કુલ પી-નોટસ ઈન્વેસ્ટમેન્ટમાંથી રૂપિયા ૫૬૨૮૮ કરોડ ઈક્વિટીઝમાં, રૂપિયા ૨૦,૯૯૯ કરોડ ઋણ સાધનોમાં અને રૂપિયા ૧૧૯ કરોડ ડેરિવેટિવ્સમાં રોકાયા હતા. 

વૈશ્વિક અર્થતંત્રમાં મંદી તથા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર નીચા રખાતા વિદેશી રોકાણકારો ઊભકતી બજારો તરફ વળ્યા છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GrmrdY
via Latest Gujarati News

Post a Comment

0 Comments