દિગ્ગજો જોશમાં: પોલિંગ બૂથ ખૂલતા જ પહોંચ્યાં મતદાન કરવા

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019, ગુરુવાર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની શરૂઆત થઇ ચૂકી છે. સવારે સાત વાગ્યે શરૂ થયેલા મતદાન બાદ દિગ્ગજોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજનેતાઓથી લઇને ફિલ્મસ્ટાર સુધીની હસ્તીઓ સવાર સવારમાં જ મતદાન કરવા માટે પહોંચી ગઇ અને એ સાથે જ તેમણે જનતાને પણ પોતાનો મતાધિકારનો પ્રયોગ કરવાની અપીલ પણ કરી.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ, કોંગ્રેસ નેતા સુશીલકુમાર શિંદે, રક્ષા મંત્રી અને ભાજપ નેતા નિર્મલા સીતારમન તેમજ તેજસ્વી સૂર્યા જેવા દિગ્ગજ રાજકારણીઓ સવારે જ મતદાન કરવા માટે પહોંચી ગયાં હતાં. તો રજનીકાન્ત, કમલ હાસન, શ્રુતિ હસન જેવા ફિલ્મી સિતારા પણ મતદાન મથક પર વહેલી સવારે જ પહોંચી ગયા હતાં.

આમ મતદાન શરૂ થયાના પહેલા જ કલાકની અંદર કદાવર રાજકીય નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો તેમજ સામાન્ય જનતાને પણ વધારેમાં વધારે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DmXHlg
via Latest Gujarati News

Post a Comment

0 Comments