નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019, ગુરુવાર
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો શાંતિપૂર્ણ આરંભ થઇ ચૂક્યો છે. બીજા તબક્કાના મતદાન દરમિયાન 12 રાજ્યોની 95 બેઠકો ઉપર મતદાન જારી છે.
બીજા તબક્કામાં તામિલનાડુની 38, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તરપ્રદેશની 8, આસામ, બિહાર અને ઓડિશાની 5-5, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની 3-3, જમ્મુ-કાશ્મીરની 2 અને મણિપુર અને પુડ્ડુચેરીની 1-1 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. એ સાથે જ ઓડિશાની 35 વિધાનસભા બેઠકો ઉપર પણ મતદાન જારી છે. તો તામિલનાડુમાં પણ 18 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ રહી છે.
બીજા તબક્કાના મતદાનમાં 95 બેઠકો માટે 15.8 કરોડ મતદારો 1635 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો આજે કરશે. બીજા તબક્કાના વીઆઇપી કેન્ડિડેટમાં હેમા માલિની, રાજ બબ્બર, ફારુખ અબ્દુલ્લા અને દેવગૌડા મેદાનમાં છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VSUqRU
via Latest Gujarati News
0 Comments