
નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2019, મંગળવાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા પર તેના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, પાર્ટી જે કહેશે તે પ્રિયંકા કરશે. રાહુલ અને પ્રિયંકા બંન્ને ખૂબ મહેનત કરે છે. હું પોતે તેમની વચ્ચે રહુ છું, લોકો પરિવર્તન ઇચ્છે છે. તમે જોશો પરિવર્તન જરૂર આવશે.
મીડિયા સાથેની વાતચીતમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, પ્રિયંકા પાર્ટી માટે દિવસ રાત મહેનત કરે છે અને તેમને આશા છે કે, આ ચૂંટણીમાં પાર્ટીને મોટી સફળતા મળશે. જ્યારે નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા પર તેમણે કહ્યું કે, પ્રિયંકા મહેનત કરી રહી છે. તે પાર્ટી જે કહેશે તેમ કરશે. તેમજ પોતાના પર ચાલી રહેલા કેસ પર તેમણે કહ્યું કે, હું બધુ સહન કરવા તૈયાર છું, અંતમાં સત્યની જીત થશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ImJKIb
via Latest Gujarati News
0 Comments