પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકારે ત્રણેય સેનાને આપ્યા આ અધિકાર

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019 બુધવાર

પુલવામા હુમલા બાદ મોદી સરકારે ત્રણેય સેનાઓને પાકિસ્તાનથી અડેલી સરહદને સુરક્ષિત બનાવવા જરૂરી હથિયાર અને સુરક્ષા સાધનો ખરીદવા માટે અધિકાર આપ્યા હતા. સરકારી સૂત્રો અનુસાર ત્રણેય સેનાઓને આપવામાં આવેલી શક્તિઓ અનુસાર તેઓ 300 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ મહિનાની અંદર પોતાની પસંદના સુરક્ષા સાધનો ખરીદી શકે છે. પુલવામા હુમલા બાદ જ ભારતે પાકિસ્તાન સરહદે ચોક્કસાઈ વધારવાનું શરૂ કરી દીધુ હતુ.

સૂત્રો અનુસાર, આ બાબતના સંબંધે ત્રણેય સેનાઓ કેટલાક પ્રસ્તાવો પર આગળ વધી રહી છે. સેનાએ ઈઝરાયલથી 250 સ્પાર્ઈક મિસાઈલ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેની જરૂરિયાતને પૂરી કરશે. વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં કેટલીક મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છે. જે સરહદ પર ભારત વિરોધી ગતિવિધિમાં જરૂરિયાતને પૂરી કરવામાં મદદ મળશે.

અધિકારો અનુસાર સાધનો ખરીદવા માટે સેનાએ રક્ષા નાણા વિભાગના નાણાંકીય સલાહકારની સહમતિ લેવાની પણ જરૂરિયાત નથી. રક્ષા મંત્રાલયનું માનવુ છે કે સેનાને યુદ્ધ કરવુ છે. તેથી તેમની જરૂરિયાત અને પ્રાથમિકતા પર નિર્ણય લેવો જોઈએ અને જરૂરી સાધનો ખરીદવા જોઈએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KIgIVe
via Latest Gujarati News

Post a Comment

0 Comments