નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019 બુધવાર
બિહારના બેગૂસરાયમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે નવજોત સિદ્ધુના બહાને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. આરોપ લગાવતા લગાવતા તેમણે વિવાદિત નિવેદન આપ્યુ. તેમણે રાહુલ ગાંધીની તુલના મોહમ્મદ અલી ઝીણા સાથે કરી છે. ગિરિરાજ સિંહે કહ્યુ કે રાહુલ ગાંધી આયોજનબદ્ધ ષડયંત્ર અનુસાર ભારતને તોડવા માટે ઝીણાની ભૂમિકા નિભાવી રહ્યા છે.
ગિરિરાજ સિંહે કહ્યુ કે આની માટે રાહુલ ગાંધી પટકથા લખી રહ્યા છે. આ અનુસાર પહેલા સિદ્ધુનું પાકિસ્તાનમાં બાજવાને ગળે મળવુ. ગિરિરાજ સિંહે કહ્યુ, કેરળમાં રાહુલ ગાંધીના નામાંકનમાં જે દ્રશ્ય હતુ, તે ભારતનું લાગી રહ્યુ નથી. ત્યાં કોંગ્રેસ ક્યાંય દેખાઈ નથી. ના કોંગ્રેસના ઝંડા દેખાયા. તે પાકનો ઝંડો હતો કે નહીં પરંતુ પાકનું દ્રશ્ય જરૂર હતુ.
કેરળ બાદ હવે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુનુ કટિહારમાં આપવામાં આવેલુ નિવેદન એ સાબિત કરે છે કે રાહુલ ગાંધી દેશ તોડવામાં લાગેલા છે. રાહુલે આ વિશે જવાબ આપવો જોઈએ. દેશની માફી માગવી જોઈએ. તેમણે પૂછ્યુ કે શુ દેશને તે પાકિસ્તાન બનાવવા ઈચ્છે છે? શું રાહુલ ગાંધી ફરી દેશમાં ઝીણાને પેદા કરવા ઈચ્છે છે? તેમણે કહ્યુ કે જો રાહુલ ગાંધીએ ભારતને તોડવાનું મન બનાવી લીધુ છે તો દેશની જનતા આનો જડબાતોડ જવાબ આપશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V4qHYN
via Latest Gujarati News
0 Comments