દરેક વાહન માટે થર્ડ પાર્ટી ઈંસ્યોરન્સ છે જરૂરી, અકસ્માત થાય તો આ રીતે કરવો ક્લેમ


નવી દિલ્હી, 17 એપ્રિલ 2019, બુધવાર

સપ્ટેમ્બર 2018થી થર્ડ પાર્ટી ઈંસ્યોરન્સ માટેના નિયમોમાં ફેરફાર થયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાર અને બાઈક ખરીદતી વખતે થર્ડ પાર્ટી ઈંસ્યોરન્સ લેવો જરૂરી છે. બાઈકની ખરીદી પર 5 વર્ષ અને કાર માટે 2 વર્ષનો વીમો લેવો ફરજિયાત છે. કોર્ટના આદેશ બાદ આ વર્ષે ઈંસ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ  આ વર્ષે વાર્ષિક પ્રીમિયમ ન વધારવાનો આદેશ કર્યો છે. આ આદેશથી વાહનની ખરીદી કરવાનું વિચારતા લોકોને મોટી રાહત મળી છે. આઈઆરડીએના જણાવ્યાનુસાર 1 એપ્રિલ 2019 પછી પણ કંપની થર્ડ પાર્ટી ઈંસ્યોરન્સનો રેટ જૂના રેટ પ્રમાણે જ ચાર્જ કરશે. તો ચાલો આજે તમને જણાવીએ કે થર્ડ પાર્ટી ઈંસ્યોરન્સને ક્લેમ કેવી રીતે કરવો.

થર્ડ પાર્ટી ઈંસ્યોરન્સ

જો વાહનને અકસ્માત નડે તો આ વીમો કામ લાગે છે. જો કે આ વીમામાં વળતર કેટલું મળશે તે નિર્ણય MACT કરે છે. જો કોઈ અકસ્માત સર્જાય તો સૌથી પહેલા પોલીસને જાણ કરો અને ત્યારબાદ વીમા કંપનીને તેની જાણ કરો. થર્ડ પાર્ટી ક્લેમ માટે નીચે દર્શાવેલા દસ્તાવેજો જરૂરી હોય છે. 

- ઈંસ્યોર્ડ પર્સન દ્વારા સહી કરેલા ક્લેમ ફોર્મ

- ડ્રાઈવિંગ લાયસન્સની કોપી, પોલિસી અને એફઆઈઆરની કોપી

- વાહનની આરસી કોપી

- વાહનના ઓરિજીનલ દસ્તાવેજના જરૂરી સ્ટેમ્પ

- કોમર્શિલ વાહન હોય તો પરમિટ અને ફિટનેસ પેપર




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KIgZYg
via Latest Gujarati News

Post a Comment

0 Comments