મુંબઇ,તા. 16 એપ્રિલ 2019, મંગળવાર
સાલ ૨૦૦૩માં વિવેક ઓબેરોય અને સલમાન ખાન વચ્ચે ભયંકર વિવાદ થયો હતો. આ ઘટનાને ૧૬ વરસ વિતી ગયા છતાં સલમાન હજી વિવેકથી નારાજ જ છે. જોકે વિવેક ઇચ્છે છે કે સલમાન તેને માફી બક્ષે અને બન્ને સમાધાન કરી લે.
વિવેક બોબેરોયે એક પ્રેસકોફન્ફરન્સ બોલાવીને સલમાન વિરુદ્ધ બોલ્યો હતો. એ પછી સલમાન વિવેકનો ચહેરો જોવા સુદ્ધાં તૈયાર નહોતો. હવે વિવેક ઇચ્છે છે કે સલમાન તેને માફ કરી દે.
હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન વિવેકને સલમાન મળી જાય તો તેની પ્રતિક્રિયા કેવી હશે, તેમ પુછવામાં ાવ્યુ ંહતું. વિવેકે જણાવ્યું હતું કે, જો હું અને સલમાન આમનેસામને આવી જઇએ તો,મારો પહેલો પ્રશ્ર તેને એ હશે કે શું તું માફી જેવી વાત પર વિશ્વાસ કરે છે ?
સ્પષ્ટ છે કે ૧૬ વરસમાં વિવેકે પોતાના તરફથી ઘણી વખત આ આ તિરાડને સાંધવાની કોશિશ કરી છે, પરંતુ સલમાને તેમાં કોઇ રસ લીધો નથી. સલમાન આજ સુધી વિવેકની ભૂલને ભૂલી શક્યો નથી. સલમાન અને ઐશ્વર્યાનો રોમાન્સ એટલો ચર્ચિત નથી રહ્યો પરંતુ સલમાન અને વિવેકનો ઝઘડો વાંકે દેખાઓ માટે દરેક અર્થમાં આજેપણ યાદગાર છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pfxr0F
via Latest Gujarati News
0 Comments