ચહેરાના સૌંદર્યનો દાટ વાળતા ખીલને કરો નવ ગજના નમસ્કાર


સ્વચ્છ- સુઘડ- ડાઘ રહિત ત્વચા કેટલી સુંદર લાગે. પરંતુ ખીલ, બ્લેક હેડ્સ અને ડાઘ-ધાબા તમારી ખૂબસુરતીને હણી નાખે છે. ખાસ કરીને કોલેજમાં જતી યુવા પેઢીના ચહેરા પર નીકળેલું એકાદ ખીલ પણ તેમને બેચેન બનાવી મૂકે છે. આવી  સ્થિતિમાં ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. જેમ કે....

- એક ટી.સ્પૂન દૂધ, એક ટી.સ્પૂન  મધ અને એક ટી.સ્પૂન હળદર ભેળવીને ૧૫ થી ૨૦ મિનિટ ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ હુંફાળા પાણી  વડે ચહેરો ધોઈ લો.

- લસણની કળી છોલીને તેને વચ્ચેથી કાપો. હવે આ કળી ખીલ પર એવી રીતે ઘસો કે તેમાં રહેલું પ્રવાહી ખીલ પર બરાબર લાગે. તેને આખી રાત ચહેરા પર રહેવા દો. સવારના ટાઢા પાણીથી ચહેરો ધોઈ લો.

- મિક્સરમાં કાંદાના ટુકડા કરીને નાખો. હવે તેને પીસીને તેની પ્યુરી બનાવો. આ પ્યુરી ખીલ પર લગાવો. તેનાથી માત્ર ખીલ જ દૂર નથી થતા, પણ ચહેરા પર રહેલા ડાઘ-ધાબા પણ નીકળી જાય છે.

- ચહેરા પરથી ખીલના ડાઘ દૂર  કરવા  લીંબુ સમારીને મોઢા પર ઘસો.

- વિનેગર અને ગ્રીન ટી એકસમાન માત્રામાં ભેળવીને ચહેરા પર લગાવો. ખીલ માટે તે ઉત્તમ એન્ટિસેપ્ટિક ટોનર છે.

- બેકિંગ સોડાને પાણીમાં નાખીને મિક્સ કરો. ચહેરા પર લગાવીને સુકાવા દો, થોેડીવાર પછી હુંફાળા પાણીથી મોઢું ધોઈ લો.

- એસ્પિરરીનની ગોળીનો ભુકો કરી તેમાં પાણી નાખીને ચહેરા પર માસ્કની જેમ લગાવો. પાંચ મિનિટ પછી ચહેરો ધોઈ લો.

- એક સરખી માત્રામાં કાકડીનો રસ અને લીંબુનો રસ લો. તેમાં એક ચપટી હળદર નાખોે. આ મિશ્રણ બે અઠવાડિયા સુધી સાચવી રાખી શકાય છે. રોજ રાત્રે સુવાથી પહેલાં  ચહેરો ધોઈને 

આ મિશ્રણ ટોનરની જેમ લગાવો. સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો. 

- એક  કેળું છુંદીને તેમાં એક ટી.સ્પૂન મધ નાખો.  આ મિશ્રણ ચહેરા પર લગાવો.

બ્લેક હેડ્સ

- જો તમારી ત્વચા તૈલીય હોય અને તમને બ્લેક  હેડ્સની સમસ્યા હોય તો દિવસમાં ત્રણેક  વખત હુંફાળા પાણી વડે મોઢું ધુઓ. આવા  કેસમાં હુંફાળુ પાણી ક્લિન્ઝરનું  કામ કરે છે.

-  એક ટી.સ્પૂન મુલતાની માટી, અડધું ટી.સ્પૂન સંતરાની છાલનો પાવડર, એક ચપટી સફેદ ચંદન, એક ટી.સ્પૂન પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાવી અડધા કલાક બાદ ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરા પરના બ્લેક હેડ્સ દૂર થશે અને ત્વચાનો રંગ પણ ખીલશે.

- કાચા બટેટાને છીણીને બ્લેક હેડ્સ પર ઘસો.  ૧૦ મિનિટ પછી ચહેરો  ધોઈ લો.

- એક ટી.સ્પૂન સાકરમાં  લીંબુના રસના  થોેડા ટીપાં નાખી બ્લેક હેડ્સ પર ઘસો.

-  ઓલિવ ઓઈલ અને લીંબુના રસના થોેડાં ટીપાં મિક્સ કરીને બ્લેડ હેડ્સ પર ઘસો. થોેડીવાર પછી ધોઈ લો.

-  બે- બે ટી.સ્પૂન દહીં, ઓટમીલ પાવડર અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણ પણ બ્લેક હેડ્સ પર કારગર પુરવાર થાય છે.

- સ્ટ્રોબેરીને છુંદીને તેમાં ચણાનો લોટ નાખી ઘટ્ટ પેસ્ટ બનાવો. આનો માસ્ક લગાવી સુકાવા  દો, સુકાઈ ગયા પછી ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લો. તેનાથી માત્ર બ્લેક હેડ્સ  જ  દૂર નથી થતા પણ ચહેરા પરના ડાઘ-ધાબા પણ સાફ થઈ જાય છે.

- નિયમિત રીતે ઓલિવ ઓઈલથી મસાજ કરવાથી બ્લેક હેડ્સ થતાં અટકે છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IYgyXv
via Latest Gujarati News

Post a Comment

0 Comments