બિહાર: જનતા દળ (યુ)ના નેતાપુત્રનું અપહરણ અને હત્યા

સિવાન/ બિહાર તા. 4 એપ્રિલ 2019 ગુરૂવાર

બિહારના સિવાન વિસ્તારના જનતા દળ યુના ભૂતપૂર્વ નેતા સુરેન્દ્ર પટેલના 13 વર્ષના પુત્રનું અપહરણ કરીને એની હત્યા કરનારા ચારની પોલીસે ધરપકડ કરી હતી.

સુરેન્દ્ર પટેલેના પુત્રનું અપહરણ કરનારા ગુંડાએાએ પટેલ પાસે પચાસ લાખ રૂપિયાની માગણી કરી હતી અને ધમકી આપી હતી કે પોલીસની મદદ લેશો તો પુત્ર જીવતો નહીં મળે. બુધવારે સાંજે પટેલના પુત્રની લાશ મળી આવી હતી. બુધવારે રાત્રે એક ખેતરમાંથી પટેલના પુત્રની લાશ મળી આવી હતી.

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પોતાના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના વખાણ કરતાં વિધાનો કરી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા મહિનામાં બિહારમાં માથાભારે તત્ત્વોની ધાક વધી રહી હોવાનું જોઇ શકાય છે. હજુ થોડા મહિના પહેલાંજ સિવાનમાં જનતા દળ યુના ભૂતપૂર્વ સાંસદ મુહમ્મદ શાહબુદ્દીનના ભત્રીજાની ક્લોઝ રેંજથી ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી એમ સિવાનના પોલીસ સુપરિન્ટન્ડન્ટે કહ્યું હતું.

સુરેન્દ્ર પટેલના પુત્રનું અપહરણ અને હત્યા આ પ્રકારનો બીજો કિસ્સો છે. જેમાં શાસક પક્ષના નેતાઓને જ ગુંડાઓ શિકાર બનાવી રહ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CZQ7wB
via Latest Gujarati News

Post a Comment

0 Comments