પંજાબ: એરસ્ટ્રાઈક ગનથી BSFએ પાકિસ્તાની ડ્રોનને ધ્વસ્ત કર્યુ

નવી દિલ્હી, તા. 4 એપ્રિલ 2019 ગુરુવાર

પંજાબ તરનતારનના ખેમકરન સેક્ટરની બૉર્ડર આઉટ પોસ્ટમાં BSFએ પાકિસ્તાની ડ્રોનને ધ્વસ્ત કર્યુ છે. સરહદે આવેલા રતોકે ગામમાં ગતરાતે પાકિસ્તાન ડ્રોન દેખાતા BSFએ તરત જ કાર્યવાહી કરતા તેને એર સ્ટ્રાઈક ગનથી નિશાન બનાવ્યુ છે.

ગામના સરપંચ લખવીર સિંહના જણાવ્યા અનુસાર તેમણે જાતે ડ્રોનને જોયુ જે બાદ ફાયરિંગ થયુ. મોડીરાતે ગામ સહિત આસપાસના સરહદી ગામોને બ્લેક આઉટ કરી દેવાયા. ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઈ હતી. જેને સવારે પુન ચાલુ કરાઈ. અત્યારે ગામના લોકો પોતાની દિનચર્યામાં લાગી ગયા છે. 

ઘણીવાર પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદે દેખાયુ છે

ઉલ્લેખનીય છે કે ભારતીય સરહદે પાકિસ્તાની ડ્રોનના ઘૂસવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ રાજસ્થાનમાં પણ પાકિસ્તાની ડ્રોનના ઘૂસવાની જાણકારી મળી હતી. જોકે ભારતીય સેનાએ તેને ધ્વસ્ત કર્યુ હતુ. અગાઉ 10 માર્ચે રાજસ્થાનમાં સરહદ સીમા સુરક્ષા દળના જવાનોએ ભારતીય સરહદે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા એક પાકિસ્તાની ડ્રોનને મારી પાડ્યો હતો.

ડિફેન્સ રાજસ્થાનના જન સંપર્ક અધિકારી કર્નલ સંબિત ઘોષે કહ્યુ હતુ કે ગંગાનગર સેક્ટરમાં શનિવારે સાંજે લગભગ 7:30 વાગે એક માનવ રહિત વાહનની (UAV) ઘૂસણખોરીના સમાચાર મળ્યા. ડ્રોન પર હુમલો કરીને તેને પાડી દેવાયુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uSUF3D
via Latest Gujarati News

Post a Comment

0 Comments