
મુંબઈ,તા.17 એપ્રિલ 2019, બુધવાર
હુંપછાત વર્ગનો હોવાના કારણે જ કોંગ્રેસ મને ગાળો આપે છે એવા શબ્દોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણીમાં ફરી એકવાર ઓબીસી કાર્ડનો ઉપયોગ કર્યો છે. સોલાપુર જિલ્લાના માઢા મત વિસ્તારમાં અકલૂજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગળ ઉમેર્યું કે પછાત વર્ગનો હોવાના કારણે દરેક વખતે મને આવા મુદ્દાઓનો સામનો કરવો પડે છે.
ઘણીવાર કોંગ્રેસના નેતાઓએ મારી લાયકાત દાખવવાનો મારી જ્ઞાાતિ બનાવવાનો પ્રયાસ કર્યો અને એના ઉપરથી ગાળો આપી. એમાં કોઈ જાતની કસરકોંગ્રેસના નેતાઓએ છોડી નથી, બાકી રાખો નથી. પણ આ વખતે તો બે પગલા તેઓ હજી એ આગળ નિકળી ગયા છે.
હવે સંપૂર્ણ પછાત વર્ગના સામજને તેઓ ચોર કહેવા માંડયા છે. અરે, મને ગાળો આપો હું ઘણા વર્ષોથી સહન કરતો આવ્યો છું અને કરીશ પણ. ચોકીદાર પછાત વર્ગનો હોય, દલિત, પીડિત, શોષણ, આદિવાસી હોય જો કોઈને પણ અપમાનિત કરવા માટે તમે ચોર કહેવાની હિંમત કરશો તો આ મોદી એ સહન કરશે નહીં. આ દેશ સહન કરશે નહીં. વડાપ્રદાને 'ચૌકીદાર ચોર હૈ?' આ ઘોષણાઓ ઉપરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પણ ટીકાનું નિશાન તાક્યું.
તેમણે કહ્યું, ''સમાજમાં જે કોઈ મોદી છે તે બધા ચોર છે. પછાત હોવાના કારણે કોંગ્રેસે મારી જ્ઞાાતિ ઉપરથી પણ ગાળો આપવામાંડી છે. કોંગ્રેસના નામદાર સંપૂર્ણ સમાજને ગાળો આપવામાં વ્યગ્ર છે. નામદારે પહેલા ચોકીદારને ચોર કહ્યા, જ્યારે બધા ચૌકીદાર મેદાનમાં આવ્યા અને દરેક ભારતીય ચૌકીદાર બોલવા માંડયા ત્યારે એમના મોઢાને તાળા લાગ્યા. તેઓ હવે મોઢા છુપાવીને ફરીરહ્યા છે.
અકલૂજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોણે જેકેટ આપ્યું?
કિરણ મેજ્જાએ અગાઉ પણ કુરિયરથી મોકલાવ્યું હતું જેકેટ
સહકાર સમ્રાટ વિજયસિંહ મોહિતે પાટિલે ભાજપમાં સ્વાગતકરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સોલાપુર જિલ્લાના અકલૂજ ખાતે આજે સવારે ચૂંટણી રેલીના નિમિત્તે આવ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ એક જેકેટ ભેટ આપવામાં આવ્યું અને વડાપ્રધાને એ ભેટમાં આવેલું જેકેટ તમામ જનમેદની સામે સ્ટેજ ઉપર જ પરિધાન પણકર્યું.
એમનો પહેરાવ પ્રત્યેની ચુસ્તતા અને વડા પ્રધાનના કપડા આ હંમેશા ચર્ચાનો મુદ્દો બનતો હોય છે. તેમ જ આજનું આ જેકેટ પણએક ચર્ચાનો મુદ્દો બની ગયો. અકલૂજની પ્રચાર રેલીમાં વડાપ્રધાન મોદીએ પરિધાન કરેલું જેકેટ સોલાપુરના એક કપડાના વેપારીએ તૈયાર કર્યું હોવાની જાણકારી મળે છે. સોલાપુરના એક વેપારીએ આ જેકેટ ડિઝાઈન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પહેરાવ કોણ ડિઝાઈન કરે છે? આ પ્રત્યે સર્વસામાન્ય લોકોને એટલી કાંઈ જાણકારી હોતી નથી. વડાપ્રધાન મોદીના કપડાં ઘણીવાર એમના ચાહકોતરફથી ભેટમાં મળતા હોય છે. વિશેષ એટલે જેકેટ, સોલાપુર જિલ્લાના અકલૂજમાં યોજવામાં આવેલી રેલીમાં વડા પ્રધાને પહેરેલુ જેકેટ પ્રખ્યાત કપડા વેપારી અને ટેલર કિરણ મેજ્જાએ ભેટ આપ્યું ભાજપના જિલ્લાધ્યક્ષ શહાજી પવારે આ જેકેટ મોદીને આપ્યું.
વિશેષ એટલે કે કિરણ મેજ્જાએ આ ત્રીજીવાર વડાપ્રધાન મોદીને ખાસ જેકેટ મોકલાવ્યું છે. ગયા વર્ષે કેદારનાથમાં થયેલી રેલીમાં પણ મોદીએ મેજ્જાએ મોકલાવેલું જ જેકેટ પહર્યું હતું. એ જેકેટ ગ્રે લાઈનિંગવાળું મોદીને કુરિયર દ્વારા મોકલવામાં આવ્યું હતું.અને તેમણે મેજ્જાને આભારનો પત્ર મોકલ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V2c2gY
via Latest Gujarati News
0 Comments