'ક્યોંકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી' પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીની ડિગ્રી વિશે ગીત ગાયુ

નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019 શુક્રવાર

રાહુલ ગાંધી વિરુદ્ધ ઉત્તર પ્રદેશની અમેઠીથી લોકસભા ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના સોગંદનામા બાદ ફરીથી કોંગ્રેસના નિશાને છે, કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીના સોગંદનામામાં દર્શાવાયેલા એજ્યુકેશન પર ગીત ગાઈને નિશાન સાધ્યુ.

કેન્દ્રીય મંત્રી અને અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે ચૂંટણી પંચને આપવામાં આવેલા સોગંદનામામાં જણાવ્યુ કે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ નથી. 

કોંગ્રેસ પહેલા પણ સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને તેમને ઘેરતી રહી છે પરંતુ આ વખતે હવે સ્મૃતિએ જાતે જ 12મુ પાસ જણાવ્યુ છે તો કોંગ્રેસ વધુ આક્રમક થઈ ગઈ છે. પાર્ટીની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આ વિશે તંજ કરતા રહ્યુ સ્મૃતિની ટીવી સિરીયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીની થીમ લાઈન પર કહ્યુ, ક્વોલિફિકેશનના પણ રૂપ બદલાય છે. નવા-નવા માળખામાં હોય છે. એક ડિગ્રી આવે છે અને એક ડિગ્રી જાય છે. એફિડેવિટ નવા બને છે. પ્રિયંકાએ પ્રેસ કોન્ફરન્સ કરી ગીત ગાઈને સ્મૃતિ પર નિશાન સાધ્યુ.

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે ક્યોંકિ મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી. આ તેમની જ ઓપનિંગ લાઈન હશે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે સ્મૃતિજીએ પોતાની એજ્યુકેશન ક્વોલિફિકેશનને લઈને એક બાબત નક્કી કરી છે કે કેવી રીતે ગ્રેજ્યુએટમાંથી 12મા ધોરણના થઈ જવાય છે, આવુ મોદી સરકાર પાસે અને મોદી સરકારમાં જ શક્ય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UydCre
via Latest Gujarati News

Post a Comment

0 Comments