મોદી-શાહ પર આચારસંહિતાના ઉલ્લંઘન મામલે સુપ્રીમ કોર્ટે ECનો નોટિસ મોકલી


નવી દિલ્હી, તા. 30 એપ્રીલ 2019, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવનારી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને નોટિસ મોકલી છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતી કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટમી પંચને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનવણી 2જી મે એ થશે.

ઉલ્લેખનિય છે કે, સાંસદ સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, સુપ્રીમ કોર્ટ ચૂંટણીપંચને જલ્દીથી નિર્દેશ આપે કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેના પર આયોગ કાર્યવાહી કરે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GKPIiB
via Latest Gujarati News

Post a Comment

0 Comments