નવી દિલ્હી ,તા. 17 એપ્રિલ, 2019, બુધવાર
ભારતમાંથી વોની નિકાસ વાષક સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૩.૪૬ ટકા નોંધાઇ છે. નિકાસ ઘટવાનું મુખ્ય કારણ નવી કરપ્રણાલી જીએસટી હેઠળ નવા રેટને સુસંગત કરવા માટે નિકાસકારો એકમોએ નિકાસ કામકાજ અટકાવી દીધા હતા. જેની પ્રતિકુળ અસર કુલ કામકાજ ઉપર પડી છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ભારતમાંથી ૧૬.૭૧ અબજ ડોલરની મૂલ્યના વોની નિકાસ ભારતમાંથી કરવામાં આવી છે જ્યારે તેની અગાઉના સમગ્ર નાણાંકીય વર્ષમાં ૧૬.૭૧ અબજ ડોલરની નિકાસ થઇ હતી. જો કે રૂપિયાના મૂલ્યમાં જોઇએ તો નિકાસ કમાણીમાં ૪.૬૬ ટકાનો વધારો થયો છે.
નવી કરપ્રણાલી જીએસટી હેઠળ નિકાસકારોએ અગાઉ પ્રાપ્ત કરેલા પ્રોત્સાહનોમાં આશરે ૭ ટકાનો ઘટાડો થયો હતો અને તેમની નવી સિસ્ટમમાં બંધ બેસવા કે સુસંગત થવામાં વધારે સમય લાગ્યો હતો એવું એક્સપોર્ટ્ બોડી અપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઇપીસી)એ જણાવ્યું છે.
આમ તો ગત વર્ષે વાષક સરખામણીએ કોટન યાર્ન સહિતની કોટન ટેક્સટાઇલની કુલ નિકાસમાં ૧૦ ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.
કેન્દ્ર દ્વારા એમ્બેડ ટેક્સમાં રિઇબર્સમેન્ટની જાહેરાત કર્યા બાદ માર્ચ મહિનામાં અપેરલની એક્સપોર્ટ્સમાં ૧૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કોટન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ટેક્સપ્રોસિલ)એ જણાવ્યું કે, ચાલુ વર્ષે સરકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે નિકાસ પ્રોત્સાહન આપવાની જરૂર છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GsM2mP
via Latest Gujarati News
0 Comments