ક્રૂડ ઉછળી 72 ડોલરને પાર : સોના ચાંદીમાં સામસામા રાહ: રૂપિયા સામે ડોલરમાં ઘટાડો

મુંબઈ, તા. 17  એપ્રિલ, 2019, બુધવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે સત્તાવાર બંધ હતી.   બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો.   ચાંદીના ભાવ ઉંચા બોલાતા હતા. કરન્સીમાં  બંધ બજારે આજે રૂપિયા સામે  ડોલરના ભાવ વધતા અટકી  ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ  ઔંશના ૧૨૮૦થી ૧૨૮૧ ડોલરવાળા  ઘટી સાંજે  ૧૨૭૫.૬૦થી ૧૨૭૫.૭૦  ડોલરહતા. વિશ્વ બજારમાં   સોનાનાભાવ ઘટી ચાર મહિનાના તળિયે બોલાયા છે.   આના પગલે ઘરઆંગણે  ઝવેરીબજારમાં આજે  સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.   મુંબઈ ઝવેરી બજારમાં  બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૬૫૩  વાલઆ ૩૧૪૨૫થી ૩૧૪૫૦ બોલાતા હતા.

જ્યારે ૯૯.૯૦ના ભાવ  રૂ.૩૧૭૮૦ વાળા રૂ.૩૧૫૫૦થી ૩૧૫૭૫ બોલાયા હતા.   જીએસટી સાથેના ભાવ આ ભાવથી   ૩ ટકા ઉંચા  હતા.    દરમિયાન,  મુંબઈ કરન્સી  બજારમાં  આજે બંધ બજારે  ડોલરના ભાવ  ૬૯.૫૯થી ૬૯.૬૦  વાળા ૬૯.૪૫થી ૬૯.૪૬  આસપાસ બોલાયા હતા.  

વિશ્વ બજારમાં સોનામાં  ઘટાડા સામે ચાંદીના ભાવ  ઔંશના  ૧૪.૮૯થી  ૧૪.૯૦ ડોલરવાળા  વધી ૧૫ ડોલર  પાર કરી આજે   સાંજે ભાવ  ૧૫.૦૩થી ૧૫.૦૪ ડોલર હતા. ઉંચામાં એક તબક્કે  ચાંદીના ભાવ ૧૫.૧૧થી ૧૫.૧૨ ડોલર હતા.   સોનાના ભાવ ઉંચામાં  ૧૨૭૯.૮૦ ડોલર ચાલુ બજારે  નોંધાયા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે   ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર  રૂ.૩૭૧૯૦ વાળા ૩૭૨૫૦  થી ૩૭૩૩૦ બોલાયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૦૦૦થી ૧૧૦૦ ઉંચા  રહ્યા હતા.    વિશ્વ બજારમાં  સાંજે પ્લેટીનમના ભાવ ઔંશના  ૮૮૬.૫૦થી ૮૮૬.૬૦  ડોલરતથા  પેલેડીયમના ભાવપ ૧૩૬૫.૩૦થી ૧૩૬૫.૪૦ ડોલર હતા.

વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના   ભાવ ઉછળી બેરલના ઉંચામાં ૭૨ ડોલર ઉપર જતા પાંચ  મહિનાની  નવી ઉંચી  ટોચ દેખાઈ  હતી. ક્રૂડ  વધવા છતાં સોનાના ભાવ નરમ રહેતાં  બજારના ખેલાડીઓ આશ્ચર્ય  બતાવી રહ્યા હતા.   વિશ્વ બજારમાં  બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળી સાંજે ૭૨.૦૪થી ૭૨.૦૫ ડોલર હતા. ન્યુયોર્કના  ભાવ વધી સાંજે  ૬૪.૪૦થી  ૬૪.૪૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં   ક્રૂડતેલનો  સ્ટોક ૩૧ લાખ  બેરલ્સ ઘટયો હોવાનું   અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયુટે  જણાવ્યું હતું.   

વિશ્વ બજારમાં લીબીયાનો પુરિવઠો  પણ ઘટયો છે. આ ઉપરાંત ટનના જીડીપી,  ઈન્ડસ્ટ્રીયલ ઉત્પાદન,   રિટેલ સેલ  વિ.ના  આંકડા અપેક્ષાથી  સારા આવ્યાના  નિર્દેશોની વિશ્વબજારમાં  ક્રૂડતેલના ભાવ પર પડી હતી ઉપરાંત  આના પગલે  કોપરના  ભાવ પણ વધી  આવ્યા હતા.   




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IDCua4
via Latest Gujarati News

Post a Comment

0 Comments