IL&FS ફિન સર્વિસીસના પૂર્વ સીઇઓ રમેશ બાવાની ધરપકડ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩

આઇએલએન્ડએફએસ કેસમાં બીજી ધરપકડ કરવામાં આવી છે. સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ(એસએફઆઇઓ) આજે આઇએલએન્ડએફએસના પૂર્વ સીઇઓ રમેશ બાવાની ધરપકડ કરી છે. 

આઇએલએન્ડએફએસના ડાયરેક્ટર અને સીઇઓ રહી ચૂકેલા બાવા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કંપનીમાં છેતરપિંડી કરી હતી. 

તેમણે અયોગ્ય કંપનીઓને લોન આપીને કંપની મોટા પાયે નુકસાન પહોંચાડયું છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૃઆતમાં જ તપાસ એજન્સીએ આઇએલએન્ડએફએસના પૂર્વ વાઇસ ચેરમેન હરી શંકરનની ધરપકડ કરી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આઇએલએન્ડએફએસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અને બેંક લોન દ્વારા ૧૭,૫૦૦ કરોડ રૃપિયાનું ધિરાણ મેળવ્યું હતું. 

કંપનીના આ ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુએટી ફંડ, મ્યુચલ ફંડ, સરકારી અને ખાનગી બેંકોએ રોકાણ કર્યુ હતું.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v2Omdw
via Latest Gujarati News

Post a Comment

0 Comments