ISIS યુરોપભરમાં હુમલાની પેરવીમાં બ્રિટીશ મીડિયાનો ઘટસ્ફોટ


લંડન, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

આતંકવાદી સંગઠન આઇ.એસ.આઇ.એસ.(ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા) યુરોપભરમાં શ્રેણીબધ્ધ જીવલેણ આતંકી હુમલાઓ કરવાની પેરવીમાં હોવાનો ઘટસ્ફોટ બ્રીટિશ મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચાર વર્ષ પહેલાં કોન્સર્ટ હોલમાં થયેલા આતંકી હુમલામાં ૧૩૦ લોકોના મોત થયા હતા. આ હુમલાની શ્રેણી આગળ ધપાવવા માટે આઇ.એસ.આઇ.એસ. હાલ ષડયંત્ર હોવાનો અહેવાલ બ્રીટનના જાણીતા જાણીતા અખબાર ધ સન્ડે ટાઇમ્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

ધ સન્ડે ટાઇમ્સે અમુક દસ્તાવેજોનો અભ્યાસ કર્યો છે અને તેના આધારે ઘટસ્ફોટ કર્યો છે કે યુરોપ અને અખાતી દેશોમાં આતંકી હુમલાઓ કરવા માટે ઇસ્લામિક સ્ટેટના વડાઓ આયોજન કરી રહ્યા છે. પેરિસમાં વર્ષ ૨૦૧૫માં જે પ્રકારનો હુમલો થયો હતો તે પ્રકારનો હુમલો કરવાનું તેમનું આયોજન છે.

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના કબ્જામાં રહેલા છેલ્લાં પ્રદેશોમાં જ્યારે લડાઇ ચાલી રહી હતી ત્યારે ઇસ્લામિક સ્ટેટના એક આતંકી પાસે રહેલી હાર્ડ ડ્રાઇવ પડી ગઇ હતી. જે ૨૦૧૯ની શરૃઆતમાં બાદ દ સન્ડે ટાઇમ્સ સુધી પહોંચી હતી. તેમાં રહેલા દસ્તાવેજોના આધારે અંદાજ મેળવી શકાય છે કે યુરોપભરમાં હુમલો એ માત્ર તેમના આયોજનની એક કડી માત્ર છે અને અન્ય ખંડો અને દેશોમાં પણ આ હુમલાઓ થાય તેવી શક્યતા છે.

આ દસ્તાવેજોમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનું અસ્તિત્વ નહીંવત થયા બાદ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમણે પકડ જમાવી રાખી છે. વિવિધ દેશોમાં શિક્ષિત અને જાણકાર લોકોને સામેલ કરી તેમણે આતંકીઓ અને હુમલાખોરોને વિવિધ દેશઓમાં પહોંચાડયા છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇસ્લામિક સ્ટેટના વિવિધ ઓપરેશન અબુ ખબબ મુહાજીર સંભાળે છે અને તેના ત્રણ મોબાઇલ ફોન કાર્યરત છે. જે પૈકી એક નંબર રશિયાનો છે અને બાકીના બન્ને જર્મનીમાં છે. આ ઉપરાંત ઇસ્લામિક સ્ટેટનું અન્ય એક જૂથ દક્ષિણ સીરિયામાં અલગ નેતૃત્વ હેઠળ ચાલે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IwSmej
via Latest Gujarati News

Post a Comment

0 Comments