લિબીયામાં પાટનગર પર કબજો કરવાની લડાઇમાં 120 લોકોના મોત, 600 ગાયલ


ટ્રિપોલી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

લિબીયામાં પાટનગર ટ્રિપોલી પર કબજો મેળવવાની લડાઇમાં શક્તિશાળી લડાકુ ખલીફ હફતારની સેનાએ છેલ્લા ૧૪ દિવસથી જોરદાર હુમલા કર્યા હતા જેમાં ૧૨૦ જણાના મોત થયા હતા અને ૬૦૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ) એ કહ્યું હતું. હું સંસ્થાના લિબીયાની શાખાના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ ટ્રિપોલીમાં વધુ સ્ટાફ અને દવાનો જથ્થો મોકલી રહ્યા છે. તેમણે આરોગ્ય સંસ્થાના કર્મશીલો પર કરાયેલા હુમલાને વખોડી કાઢ્યા હતા.

ચોથી એપ્રીલથી વર્ચસ્વની લડાઇ શરૃ થઇ હતી. દેશના પૂર્વ ભાગ પર કબજો ઘરાવતી હફતારની સેનાએ લડાઇ રોકવા  આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ કરેલી અપીલની અવગણના કરી યુએનનું પીઢબળ ધરાવતી  ટ્રિપોલી સ્થિત  ગવર્નમેન્ટ ઓફ નેશનલ એકોર્ડ ટુકડીઓ પર કરાયેલા હુમલા કર્યા હતા.માનવ અધિકાર બાબતોની યુએનની ઓફિસે કહ્યું હતું કે  લડાઇના કારણે ૧૩૫૦૦ કરતાં વધુ લોકો બેધર બન્યા હતા અને ૯૦૦ કરતાં વધુ નાગરિકો શેલ્ટર હોમમાં રહે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ICHgEy
via Latest Gujarati News

Post a Comment

0 Comments