
તેલંગાણામાં શનિવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના નેતા એન. વેંકટેશનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વેંકટેશન પર કથિતરુપે ગેરકાયદેસર રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ) માટેના સ્ટ્રોન્ગ રુમમાં ઘૂસીને ફોટા પડાવવાનો આરોપ લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ વેંકટેશન એક સ્થાનિક ટીઆરએસ નેતા છે અને કીસારાની સરપંચ માધુરીનો પતિ છે. સર્કલ ઈન્સ્પેક્ટર નરેન્દ્ર ગૌડાએ જણાવ્યા મુજબ બોગરામ વિસ્તારમાં એક સીલબંધ રુમની અંદર ચૂંટણીમાં વપરાયેલા ઈવીએમ મશીન રાખવામાં આવ્યા હતા ત્યારે આરોપી ગેરકાયદેસર રીતે સ્ટ્રોન્ગ રુમમાં ઘૂસી ગયો હતો. આરોપી પોતે ટીઆરએસનો મલકાજગિરી સંસદીય ક્ષેત્રનો લોકસભા ઉમેદવાર છે તેવી ઓળખ આપીને સ્ટ્રોન્ગ રુમમાં ઘૂસી ગયો હતો. ગૌડાએ જણાવ્યા મુજબ આરોપી વેંકટેશન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે અને તેને ન્યાયિક રિમાન્ડ માટે મોકલી આપવામાં આવ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IvuHel
via Latest Gujarati News
0 Comments