શ્રી નગર, તા. 20 એપ્રિલ 2019 શનિવાર
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ અને સેનાની વચ્ચે શનિવારે અથડામણ થઈ. આ દરમિયાન કેટલાક રાઉન્ડ ગોળીબાર થયો. સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે અને વિસ્તારને ઘેરીને સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
સેનાની 32 આર આર પેટ્રોલિંગ પાર્ટી સોપોરના વાટરગામમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે છુપાયેલા આતંકીઓએ ફાયરીંગ શરૂ કરી દીધુ. જવાનોએ આનો જડબાતોડ જવાબ આપ્યો. થોડા સમય સુધી ચાલેલી ફાયરીંગમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યા છે.
સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે માર્યા ગયેલા આતંકીની પાસેથી એક પિસ્તોલ અને ત્રણ હાથગોળા જપ્ત કરવામાં આવ્યા છે. અત્યારે આતંકીની ઓળખ થઈ શકી નથી. વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
અગાઉ 13 એપ્રિલે શોપિયામાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગહંડ વિસ્તારમાં અથડામણ બાદ સેનાને આ સફળતા મળી હતી. 6 એપ્રિલે પણ શોપિયાના ઈમામ સાહિબ વિસ્તારમાં સેનાએ બે આતંકવાદીઓને માર માર્યો હતો જ્યારે 28 માર્ચે પણ સેનાએ શોપિયા અને હંદવાડામાં પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GzyZA9
via Latest Gujarati News
0 Comments