J&K: સૌથી વધુ ઊંચાઈ ધરાવતા મતદાન કેન્દ્ર લેહમાં માત્ર 12 મતદાતા

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2019 સોમવાર

દેશની લોકસભા ચૂંટણી માટે જમ્મુ-કાશ્મીરના લેહમાં એક એવુ મતદાન કેન્દ્ર છે જ્યાં સૌથી ઓછા મતદાતા છે. એટલુ જ નહીં સૌથી ઉંચાઈવાળુ મતદાન કેન્દ્ર પણ આ જ વિસ્તારમાં છે. લોકસભા ચૂંટણી માટે પ્રદેશમાં 11,316 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 

લેહ જિલ્લા ચૂંટણી અધિકારી અન્વી લવાસાએ જણાવ્યુ કે લદ્દાખ સંસદીય વિસ્તારના લેહ વિધાનસભામાં ગાઈક ગામમાં એક મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. જ્યાં સૌથી ઓછા માત્ર 12 મતદાતા છે. જેમાં પાંચ પુરુષ અને સાત મહિલા છે. અધિકારીએ કહ્યુ આ રીતે આ જિલ્લામાં સૌથી ઉંચાઈ પર બનેલુ મતદાન કેન્દ્ર છે. આ સમુદ્ર સ્તરથી 14,890 ફૂટ ઉંચાઈ પર આવેલુ છે. આ મતદાન કેન્દ્ર અનલે પો માં છે.

આ બંને મતદાન કેન્દ્ર લેહ વિધાનસભા વિસ્તારમાં છે. આ વિસ્તારમાં કુલ મતદાન કેન્દ્રોની સંખ્યા 294 છે. જમ્મુ-કાશ્મીરમાં છ સંસદીય બેઠક છે. આ 78, 42, 979 મતદાતાઓ માટે 11, 316 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.

કેટલાક દિવસ પહેલા જ એ જાણકારી સામે આવી હતી કે ઉત્તર પ્રદેશના ગાઝીપુર નિવાસી શિવ પૂજન 107 વર્ષની ઉંમરમાં આ વખતે મતદાન કરવા માટે તૈયાર છે. સ્વતંત્રતા બાદ 1952માં તેમણે પહેલીવાર મત આપ્યો હતો ત્યારે જવાહરલાલ નેહરૂ વડાપ્રધાન બન્યા હતા. નેહરૂથી લઈને મોદી સુધી તેઓ 14 વડાપ્રધાન જોઈ ચૂક્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G1PrYn
via Latest Gujarati News

Post a Comment

0 Comments