
વોશિંગ્ટન, તા. 31 માર્ચ, 2019, રવિવાર
અમેરિકન અવકાશ સંશોધન એજન્સી નાસાએ તૈયાર કરેલા માર્સ હેલિકોપ્ટરનો ફ્લાઇંગ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. પાતળા અને ઓછું ગુરૃત્વાકર્ષણ ધરાવતા વાતાવરણમાં ઉડી શકે તેવી રીતે તૈયાર કરાયેલા આ હેલિકોપ્ટરને 'માર્સ-૨૦૨૦ રોવર' નામના અવકાશયાનમાં આ હેલિકોપ્ટર મૂકવામાં આવશે. આ યાન ફેબુ્રઆરી-૨૦૧૨માં મંગળની સપાટી પર પહોંચશે અને મંગળના વાતાવરણમાં પહોંચ્યા બાદ હેલિકોપ્ટરને યાનમાંથી બહાર છૂટું મૂકવામાં આવશે.
હેલિકોપ્ટરના પ્રોજેક્ટના મેજેનર મીમી ઓંગનું કહેવું છે કે પૃથ્વીના વાતાવરણમાં ઉડતા હેલિકોપ્ટરની રચના આસાન છે પરંતુ મંગળના પાતળા વાતાવરણણાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરી શકે તેવા હેલિકોપ્ટરનું નિર્માણ કરવું એ ઘણાં સંશોધન માગી લે તેવું કામ છે. પૃથ્વી પરની ઘનતાના એક ટકા જેટલી જ ઘનતા મંગળ પર છે.
તેથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે અતિ વિશાળ પારદર્શક સિલિન્ડર તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાંથી ઓક્સિજન અને નાઇટ્રોજન ખેંચી લેવામાં આવ્યા હતા અને કાર્બન ડાયોક્સાઇડ અંદર ભરવામાં આવ્યો હતો, કારણ કે મંગળના વાતાવરણનો મુખ્ય ઘટક વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. આવી રીતે સિલિન્ડરમાં મંગળમાં હોય તેવી ઘનતા સર્જી ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મંગળ પર પૃથ્વી પરના ગુરૃત્વાકર્ષણના બે તૃતિયાંશ ભાગ જેટલું ગુરૃત્વાકર્ષણ છે. તેથી હેલિકોપ્ટરને ઉપરથી ખેંચે તે પ્રકારનું મોટોરાઇઝ્ડ લેનયાર્ડ નામનું મશીન ગોઠવી હેલિકોપ્ટર માટે ઓછું ગુરૃત્વાકર્ષણ સર્જવામાં આવ્યું હતું. ઉપરાંત માઇનસ ૯૦ ડિગ્રીના તાપમાનમાં પણ કાર્યરત રહી શકે તેવું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FKeij1
via Latest Gujarati News
0 Comments