લીંબુ-સંતરાથી સજ્જ થયું ફ્રાંસ, લેમન-ઓરેન્જ ફેસ્ટિવલના જુઓ pics


નવી દિલ્હી, 16 એપ્રિલ 2019, મંગળવાર

ફ્રાંસમાં લેમન ઓરેન્જ ફેસ્ટિવલનો પ્રારંભ થવાની સાથે જ ફ્રાંસ લીંબૂ અને ઓરેન્જથી છલોછલ થઈ ગયું છે. આ ફેસ્ટિવલને ફ્રાંસમાં ફેટે સીટ્રો નામથી ઓળખાય છે. આ ફેસ્ટિવલ સમયે દુનિયાભરમાંથી પર્યટકો અહીં આવે છે. 


1895માં આ ફેસ્ટિવલનો પ્રારંભ થયો. ફેસ્ટિવલ દરમિયાન અહીં રસ્તા અને ખાસ જગ્યાઓને સજાવવામાં આવે છે. યુવાનો અને બાળકો ફેન્સી ડ્રેસમાં ડાન્સ કરતા જોવા મળે છે. ફેસ્ટિવલ સમયે અહીં દરેક જગ્યાએ લીંબૂ અને સંતરા જ જોવા મળે છે. લોકો એકબીજાને લીંબૂ અને સંતરા ભેટમાં પણ આપે છે. આ દિવસો દરમિયાન અહીં કોઈ ઉદાસ કે નિરાશ રહેતું નથી. અહીં વાતાવરણ લીંબૂની સુગંધથી ખુશ્બુદાર રહે છે. 


ફેસ્ટિવલના કારણે ફ્રાંસની મુલાકાતે માર્ચ માસમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. જો કે 18મી સદીમાં શરૂ થયેલી આ પ્રથા આજે આધુનિક રૂપરંગ સાથે આગળ વધી છે. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZhzTbU
via Latest Gujarati News

Post a Comment

0 Comments