
નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર
દેશભરમાં ચૂંટણી સભાઓ સંબોધી રહેલા પીએમ મોદીએ ઓરિસ્સામાં સંબલપુરમાં એક સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, કેન્દ્રમાં ફરી સરકાર બન્યા બાદ પાણીની સમસ્યા દુર કરવા માટે અલગથી જળશક્તિ મંત્રાલય અને માછીમારોની સમસ્યાઓના સમાધાન માટે અલગથી મત્સ્ય મંત્રાલય બનાવીશું.
તેમણે વિપક્ષો પર હુમલો કરતા કહ્યુ હતુ કે, મહામિલાવટી ગઠબંધન સમજી નથી શકતા કે, દેશ કેમ મને આટલો પ્રેમ કરી રહ્યો છે.પહેલા તબક્કાના મતદાન પછી જે સંકેત મળ્યા છે તે જોતા લાગે છે કે ,ઓરિસ્સામાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર નિશ્ચિત છે.આપણા દેશમાં સંસાધનોની કમી નથી પણ અગાઉની સરકારોએ તેના યોગ્ય ઉપયોગ પર ધ્યાન આપ્યુ નથી.દિલ્હીથી જે પૈસા આવે છે તે તમારા સુધી પહોંચે છે કે નહી તેના પર પણ અગાઉની સરકારોએ ધ્યાન આપ્યુ નથી.જો 100માંથી 15 પૈસા જ તમારા સુધી પહોંચતા હોય તો વિકાસ કેવી રીતે થઈ શકે?
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભ્રષ્ટાચારીઓ પર હુમલો કર્યો ત્યારથી તેઓ મને રસ્તામાંથી હટાવવા માંગે છે.સમૃધ્ધ ઓરિસ્સા ધીરે ધીરે ગરીબ બની રહ્યુ છે.23 મેના રોજ મોદી સરકાર ફરી સત્તા પર આવશે તો ઓરિસ્સાના દરેક ખેડૂતોના ખાતામાં નિયમિત રકમ મળે તેવી વ્યવસ્થા કરશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNAFLs
via Latest Gujarati News
0 Comments