અમે PM મોદીને હિંસાથી નહીં પ્રેમથી હરાવીશું: રાહુલ ગાંધી


નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019 મંગળવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત પીએમ મોદી પર ચૂંટણી સભામાં બરાબર વરસ્યા છે.

કેરાલામાં એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, વડાપ્રધાન મોદી કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા માંગે છે.મતલબ કે ભારતમાંથી કોંગ્રેસની વિચારધારા ખતમ કરવાની વાત કરે છે પણ અમે કહીએ છે કે, અમે તમારી સાથે સંમત નથી.અમે તમને એ સમજાવવા માટે ચૂંટણી લડી રહ્યા છીએ કે તમે ખોટા છે.અમે તમને ચૂંટણીમાં હરાવીશું પણ હિંસા પર નહી ઉતરીએ.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ભારત કરોડો દ્રષ્ટિકોણ ધરાવતા લોકોનો દેશ છે.દરેકના વિચાર કોંગ્રસ માટે મહત્વના છે.હું આ જ સંદેશો આપવા માંગુ છું.અત્યાર સુધી હું ઉત્તર ભારતના અમેઠીમાંથી ચૂંટણી લડતો હતો પણ આ વખતે મેં દક્ષિણ ભારતને પસંદ કર્યુ છે.ભારત વિવિધતા ધરાવતો દેશ છે અને તેમાં તમામ વિચારોનો આદર છે તેવો સંદેશો આપવા માટે જ મેં દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડવાનુ નક્કી કર્યુ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IH316z
via Latest Gujarati News

Post a Comment

0 Comments