
(પીટીઆઇ) વિશાખાપટ્ટમ, તા. 31 માર્ચ, 2019, રવિવાર
તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ આજે કહ્યું હતું કે બાલાકોટ હુમલાનો યશ લેનાર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં કરાયેલા આતંકી હુમલા અને નરસંહારની જવાબદારી પણ લેવી જોઇએ.
TDPના રાષ્ટ્રીય પ્રવકતા દિનાકર લંકાએ આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર CRPF ને બુલેટ પ્રુફ વાહન આપવામાં નિષ્ફળ રહી હતી, જો તેમની પાસે બુલેટ પ્રુફ વાહનો હોત તો ૧૪ ફેબુ્રઆરીના રોજ ૪૦ જવાનોની જાનહાની ના થઇ હોત.
'જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFની બસ પર થયેલો હુમલો મોદી સરકારની બેદરકારીના કારણે થયો હતો. સંરક્ષણ મંત્રી સિતારમણે સાત સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ CRPFની બુલેટ પ્રુફ વાહનનું ઉદઘાટન કર્યું હતું.
સંરક્ષણ મંત્રાલય પાસે આવી ૨૦૦ બસો માટે ઓર્ડર હતો, પરંતુ સુરક્ષા દળોને તે વાહનો આપવામાં આવ્યા નહતા. તો મોદી સરકાર કહે એ બસો ક્યાં ગઇ?એમ લંકાએ સવાલ કર્યો હતો.
લંકાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના પક્ષને આંઘ્ર પ્રદેશ રાજ્યમાં ૨૫ બેઠકોમાંથી ૨૦ બેઠકો મળશે અને કેન્દ્રમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હશે.ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ભાજપ સાથે જોડાણ હોવાથી TDP ને ૧૫ બેઠકો મળી હતી.
હવે કેન્દ્રમાં કિંગ મેકરની ભૂમિકા નીભાવવા પર ધ્યાન કરનાર TDPના પ્રમુખ આખા દેશમાં ફરીને વિરોધ પક્ષોની રેલીઓ યોજી રહ્યા છે. તેઓ ભાજપ સામે તમામ વિરોધ પક્ષોને એક મંચ પર લાવવા ખૂબ જ સક્રિય બન્યા છે.
એકલા હાથે ચૂંટણી લડવાથી નુકસાન થશે, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભાજપની સાથે ચૂંટણી લડતા અમને લઘુમતી મતોનું નુકસાન થયેલું, હવે એકલા હાથે લડીશું તો વધારે બેઠકો જીતીશું. આજની રેલીમાં ચંદ્રાબાબુ સાથે મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ પણ એક જ મંચ પર દેખાયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CM0hRo
via Latest Gujarati News
0 Comments