અમેરિકાના USCISને માત્ર પાંચ જ દિવસમાં H1-B વિઝા માટેની 65000 અરજીઓ મળી


(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

ભારતીયો સહિત વિદેશી વ્યવસાયીઓમાં ખૂબ જ લોકપ્રિય એવા એચવન-બી વિઝાની કેટગેરીમાં યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે અરજી સ્વીકારવાની શરૃઆત કરતાં ૨૦૨૦ માટે સૌથી વધુ માગ ધરાવતા એચવન-બી વિઝાની મર્યાદા માત્ર ૬૫૦૦૦ કરી નાંખતા ખાસ તો ભારતીય આઇટી પ્રોફેશનલ્સને ભારે તકલીફ પડશે.એચવન-બી વિઝાએ નોન ઇમિગ્રેન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને ખાસ પ્રકારના કામ માટે વિદેશી કામદારોને લાવવાની પરવાનગી આપે છે.

 આઇટીમાં થિઓરોટિકલ અથવા તો ટેકનિકલ નિષ્ણાતની જરૃર હોવાથી ખાસ તો ટેકનોલોજીકલ કંપનીઓને આવા  વ્યવસાયીઓની જરૃર પડતી હોય છે જે તેમને ભારત અને ચીનમાંથી બોલાવવા પડે છે. 

આવી અરજીઓની મંજૂરી આપવાની સત્તા ધરાવતી ફેડરલ એજન્સી USCISએ શુક્રવારે કહ્યું હતું કે 'નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે કોંગ્રેસે મંજૂર કરેલી એચવન-બી વિઝાની ૬૫૦૦૦ની મર્દાયા ઉપરાંતની અરજીઓ મળી હતી'.

અમેરિકામાં નાણાકીય વર્ષ પહેલી ઓકટોબર ૨૦૧૯થી શરૃ થશે, પરંતુ પહેલી એપ્રીલ ૨૦૧૯થી જ અરજીઓ આવવાની શરૃઆત થઇ ગઇ હતી. જો કે એજન્સીએ પ્રથમ પાંચ દિવસમાં કેટલી અરજીઓ મળી હતી તેનો ખુલાસો કર્યો નહતો. USCISએ કહ્યું હતું કે માસ્ટરર્સ કેપ તરીકે ઓળખાતા યુએસ એડવાન્સ્ડ ડીગ્રી મૂક્તિ માટે ૨૦,૦૦૦એચવન-બીની મર્દાયા માટે પુરતી અરજીઓ મળી છે કે કેમ તે હવે પછી નક્કી કરશે.

અગાઉ મર્યાદા પહેલાં ગણાયેલી હાલની એચવન-બી માટે ફાઇલ કરેલી અરજીઓ અને હજુ પણ તેમની મર્યાદા જાળવી રાખી છે તેમને નાણાકીય વર્ષ ૨૦૨૦ના એચવન-બીમાંથી બાકાત રખાઇ છે.છેલ્લા કેટલાક વર્ષોથી અમલમાં છે તે કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરી પધ્ધતી અમલમાં લાવવામાં આવશે કે કેમ તે અંગે કોઇ ખુલાસો કર્યો નહતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YVVaHV
via Latest Gujarati News

Post a Comment

0 Comments