અમદાવાદ, તા.23 મે, 2019, ગુરૂવાર
લોકસભાની ચૂંટણીની આજે થયેલ મતગણતરીના પ્રારંભિક તબક્કામાં જ એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાનું ચિત્ર ઉપસતા મુંબઈ શેરબજાર ખાતે ચોમેરથી નવી લેવાલી નીકળતા આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં જ સેન્સેક્સે ઐતિહાસિક એવી ૪૦,૦૦૦ની સપાટી કુદાવી હતી. સેન્સેક્સે ૧૦,૦૦૦થી લઈને ૪૦,૦૦૦ પહોંચવા ૧૩ વર્ષનો સમય લીધો હતો.
ગુરૂવારે બીએસઇ સેન્સેક્સ ભારે વોલેટાલિટીના અંતે પોઇન્ટસ ઘટીને બંધ રહ્યો હતો. કેન્દ્રમાં મોદી સરકારને પૂર્ણ બહુમતીના અણસાર સાથે ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટસ ઉછળીને ૪૦,૦૦૦ની સપાટી કૂદાવી હતી. જ્યારે નિફ્ટીએ ૧૨,૦૦૦ની સપાટી ક્રોસ કરી હતી. જો કે બાદમાં પ્રોફિટ બુકિંગના પગલે બેઉ ઇન્ડેક્સ ઉંચા મથાળેથી પટકાયા હતા.
બીએસઇ સેન્સેક્સ ઉપરમાં ૪૦,૧૨૪.૯૬ અને નીચામાં ૩૮,૬૫૧.૬૧ પોઇન્ટસની રેન્જમાં અથડાયા બાદ ૨૯૮.૮૨ પોઇન્ટસ ઘટીને ૩૮,૮૧૧.૩૯ પોઇન્ટસની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઉપરમાં ૧૨,૦૪૧.૧૫ અને નીચામાં ૧૧,૬૧૪.૫૦ પોઇન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૮૦.૮૫ પોઇન્ટ્સ ઘટીને ૧૧,૬૫૭.૦૫ પોઇન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ અનુક્રમે ૦.૧૫ ટકા અને ૦.૧૧ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
ભૂતકાળમાં તા. ૬ ફેબુ્રઆરી ૨૦૦૬ના રોજ સેન્સેક્સ પ્રથમ વખત ૧૦,૦૦૦ની સપાટીને સ્પર્શ્યો હતો ત્યારબાદ આજે એટલે કે ૧૩ વર્ષ પછી સેન્સેક્સે ઐતિહાસિક એવી ૪૦,૦૦૦ની સપાટી કૂદાવી હતી. આ ૧૩ વર્ષના સમયગાળા દરમ્યાન સેન્સેક્સ- શેરબજારે અનેક તડકી છાંયડી નિહાળી ચૂકયા છે.આ ૧૩ વર્ષના સમયગાળા દરમિયાન ૨૨ જેટલી કંપનીના શેરના ભાવમાં ૨૦૦ ટકાથી માંડીને ૭૫૭૫ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. અત્રે આ શેરોની યાદી રજૂ કરી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30EXwvB
via Latest Gujarati News
0 Comments