છત્તીસગઢમાં ભાજપને 11માંથી 9 બેઠકો પર મજબૂત સરસાઇ

છત્તીસગઢ, તા. 23 મે 2019 ગુરુવાર

છતિસગઢ મધ્યપ્રદેશમાંથી છુટું પડેલું  મહત્વનું રાજય છે. આ રાજયમાં લોકસભાની 11 બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપને 11માંથી 9 બેઠકો પર સફળતા મળી રહી છે. જયારે કોંગ્રેસને માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.  વર્ષ 2018ના અંતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી. 

ભાજપના રમનસિંહ જેવા મજબૂત મુખ્યમંત્રીની સરકારને હરાવીને લોકોએ ભારે આશા અને અપેક્ષાઓ સાથે કોંગ્રેસને સત્તા સોંપી હતી. ખેડૂતોને દેવા માફીનું વચન આપીને કોંગ્રેસે સરકાર રચી હતી. ખેડૂત મતદારોને રીઝવવા માટે પ્રયત્નો છતાં વિધાનસભાની જેમ લોકસભા ચૂંટણીમાં સફળતા મળી ન હતી. માત્ર 6 મહિનામાં જ છતિસગઢના પરીણામો ભાજપની તરફેણમાં અને કોંગ્રેસને ઉલટા પડયા છે. દેશમાં વધુ ટ્રાઇબલ વસ્તી ધરાવતા આ રાજયમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wkoyci
via Latest Gujarati News

Post a Comment

0 Comments