મતગણતરી કેન્દ્રમાં ચૂંટણીનું વિપરીત પરીણામ આવતા કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષનું મૃત્યુ

ભોપાલ, તા. 23 મે 2019, ગુરૂવાર

મધ્યપ્રદેશના સીહોરમાં એક મતગણતરી કેન્દ્રમાં સીહોર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુરનું  હાર્ટઅટેકના કારણે મૃત્યુ થયું હતું. રતન સિંહ ઠાકુર મતગણતરી કેન્દ્રમાં મતની ગણતરી જોવા માટે ગયા હતા પરંતુ એ સમયે તેઓ અચાનક બેહોશ થઇને પડી ગયા હતા.ત્યારબાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા તે દરમ્યાન તેમનું અવસાન થયું હતું.

મતગણતરી કેન્દ્રમાં રહેલા લોકોના જણાવ્યા અનુસાર કે, સિહોર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુર તેમના મિત્રો જોડે મતણતગણતરી કેન્દ્રમાં આવ્યા હતા. પરંતુ વિપરીત પરીણામો જોઈને તેમને આઘાત લાગ્યો હતો..મતગણતરી  દરમ્યાન તેઓ અચાનક ખુરશી પર પડી ગયા હતા. ઘટના બનતાની  સાથે જ રતન સિંહ ઠાકુરને હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમ્યાન અવસાન થયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VLsrmi
via Latest Gujarati News

Post a Comment

0 Comments