ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર

અમદાવાદ, તા. 9 મે 2019 ગુરૂવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનુ પરિણામ આજે જાહેર કરવામા આવે છે. માર્ચમાં લેવાયેલી મુખ્ય રેગ્યુલર પરીક્ષા સાથે સેમેસ્ટર સિસ્ટમના રીપીટર વિદ્યાર્થીઓનું તેમજ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામા આવ્યુ છે. પરિણામ ઓનલાઈન જાહેર કરાયુ છે અને રાહ જોઈને બેઠેલા હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા વેબસાઈટ પર પરિણામ જોવાતા વેબસાઈટ પણ ધીમી ચાલી રહી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે ધો.૧૨ સાયન્સનું પરિણામ ૧૦મેના રોજ જાહેર કરાયુ હતુ ત્યારે આ વર્ષે એક દિવસ પહેલા આજે 9મીમેના રોજ પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. આ વર્ષે ધો.૧૨ સાયન્સની મુખ્ય રેગ્યુલર પરીક્ષા આપનારા 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓનું અને રદ કરાયેલી સેમેસ્ટર સીસ્ટમના અંતિમવારના રીપીટર વિદ્યાર્થીઓ ૧૦ હજાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર થયુ છે.

આ ઉપરાંત ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટેની ગુજકેટ પરીક્ષાના ૧.૩૧ લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયુ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. 

સવારે ૮ વાગે પરિણામ ઓનલાઈન મુકી દેવાયુ છે. જ્યારે ધો.૧૨ સાયન્સની અને ગુજકેટની માર્કશીટ આજે સવારે 10 વાગ્યાથી વિવિધ ડીઈઓ કચેરી ખાતે સ્કૂલોને વિતરણ કરાશે. જ્યારે વિદ્યાર્થીઓને સ્કૂલોમાંથી માર્કશીટ મળશે. ગત વર્ષે ધો.૧૨ સાયન્સનું પરિણામ ૭૨.૯૯ ટકા રહ્યુ હતુ અને ગત વર્ષે ૮.૯ ટકા જેટલુ પરિણામ ઘટયુ હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yh2igQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments