
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 8 મે 2019, બુધવાર
હૃતિક રોશનની 'સુપર ૩૦' જલદી જ રિલીઝ થવાની છે. ત્યારે તેણે આગામી ફિલ્મ અંગે પણ નિર્ણય લઇ લીધો છે. તે ફરી એકશન ફિલ્મમાં કામ કરવાનો છે. તેની રિલીઝ થયેલી ફિલ્મ બેંગબેંગ'ની સિકવલની વાત ચાલી રહી છે, જે માટે અભિનેતાએ પોતાની સંમતી આપી છે.
મીડિયા રિપોર્ટસન ીવાત સાચી માનીએ તો હૃતિકે પોતાની ફિલ્મ 'બેંગબેંગ' સિકવલ માટે હામીભણી છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર યશરાજ બેનર તળે બનેલી ફિલ્મના સિકવલ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ માટે હૃતિક તરફથી હા આવી ગઇ છે. જ્યારે અભિનેત્રી તરીકે ફિલ્મ મેકર્સ ફરી કેટરિના કૈફના નામ પર વિચાર કરી રહયા છે.
આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેકટ કરી હતી હવે આ ફિલ્મની સિક્વલના દિગ્દર્શનની જવાબદારી પણ સિદ્ધાર્થ આનંદને જ આપવામાં આવશે.
૨૦૧૪માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂપિયા ૩૪૦ કરોડનો વ્યવસાય કર્યો હતો. આ ફિલ્મ હોલીવૂડની ફિલ્મ 'નાઇટ એન્ડ ડે'ની હિંદી રિમેક હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PTsCdP
via Latest Gujarati News
0 Comments