સ્મૃતિ ઈરાનીએ 14 કિમી ચાલીને સિધ્ધિ વિનાયક દર્શન કર્યા, રાહુલને હરાવવા બાધા રાખી હતી

મુંબઈ, તા 28 મે 2019, મંગળવાર

અમેઠી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જનાર ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મુંબઈમાં 14 કિમી ચાલીને સુપ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

ફિલ્મ પ્રોડ્યુસર એક્તા કપૂરે સ્મૃતિ ઈરાની સાથે એક તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરીને લખ્યુ હતુ કે, 14 કિમી ચાલીને સિધ્ધિ વિનાયક દર્શન કર્યા પછી ચહેરા પરની ચમક જુઓ...

એક્તાએ એક વિડિયો પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, સ્મૃતિ 14 કિમી ચાલીને બાધા પુરી કરવા માટે મંદિર ગઈ હતી. એક્તા કપૂર વિડિયોમાં સ્મૃતિ ઈરાનીને કશું બોલવા માટે કહે છે ત્યારે સ્મૃતિ એમ કહેતા સંભળાય છે કે, ઈશ્વરે બાધા પુરી કરી છે.

જોકે કઈ વાતની બાધા હતી તેનો ખુલાસો તો સ્મૃતિ ઈરાનીએ કર્યો નહોતો પણ સ્વાભાવિક છે કે, લોકસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતના પગલે જ સ્મૃતિ ઈરાની દર્શન કરવા માટે પહોંચ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EDEKeD
via Latest Gujarati News

Post a Comment

0 Comments