કંપનીએ નોકરીમાંથી કાઢી મુકી તો મહિલાએ કર્યો 'શોલે' સ્ટાઈલમાં હંગામો

 નવી દિલ્હી, તા 28 મે 2019, મંગળવાર

સાઈબસ સિટી તરીકે ઓળખાતા ગુરુગ્રામમાં નોકરી ગુમાવનાર એક મહિલાએ શોલે ફિલ્મના ધર્મેન્દ્રની જેમ હંગામો મચાવીને પોતાની નોકરી પાછી મેળવી હતી.

મળતી વિગતો પ્રમાણે એક ખાનગી કંપનીમાં કન્સલટન્ટ તરીકે કામ કરતી મહિલાને કંપનીએ નોકરીમાંથી કાઢી મુકી હતી. એ પછી મહિલા બિલ્ડિંગની અગાસી પર ચઢી ગઈ હતી અને પાળી પર ઉભા રહીને કુદી પડવાની ધમકી આપવા માંડી હતી.

મહિલાની સાથે કામ કરનારા બીજા કર્મચારીઓને આ વાતની ખબર પડી તો તેઓ પણ છત પર પહોંચ્યા હતા અતેને તેને સમજાવવા માંડ્યા હતા. એ પછી પણ મહિલા નીચે ઉતરવા તૈયાર થઈ નહોતી.

દરમિયાન પોલીસની પણ સ્થળ પર એન્ટ્રી પડી હતી અને પોલીસને જોઈને મહિલા વધારે બૂમો પાડવા માંડી હતી. આખરે પોલીસની હાજરીમાં કંપનીના અધિકારીએ નોકરીમાં પાછી લેવાની ખાતરી આપી ત્યારે મહિલા નીચે ઉતરી આવી હતી. કંપનીના અધિકારીઓએ આખરે રાહતનો શ્વાસ લીધો હતો.

દરમિયાન આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા માંડ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K9IWWU
via Latest Gujarati News

Post a Comment

0 Comments