
નવી દિલ્હી, તા. 26 મે 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીમાં બહૂમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પોતાના બીજા કાર્યકાળની શરૂઆત કરવા જઇ રહ્યાં છે. સત્રો પાસેથી મળતી મહીતી મુજબ 17મી લોકસભાનું પહેલું સત્ર 5 જુને શરૂ થઇ શકે છે. પહેલું સત્ર 5 થી 15 જુન સુધી ચાલવાની શક્યતા છે. તેમાં તમામ સાંસદોને પ્રોટેમ સ્પીકર દ્વારા શપથ અપાવવામાં આવશે.
પ્રોટેમ સ્પીકર ઊંમરમાં સૌથી સિનિયર સાંસદને બનાવવામાં આવે છે. જે બાદ લોકસભાના સ્પીકર અને ડેપ્યૂટી સ્પીકરની ચૂંટણી થશે. લોકસભાની પરંપરા રહી છે કે, સ્પીકર પદ સત્તા પક્ષના સાંસદ અને ડેપ્યૂટી સ્પીકર પદ વિપક્ષી દળોમાંથી કોઇ સાંસદને આપવામાં આવે છે. 16મી લોકસભામાં સ્પીકર પદે ભાજપના સાંસદ સુમિત્રા મહાજન અને ડેપ્યૂટી સ્પીકર પદ પર AIADMKના સાંસદ થમ્બી દૌરઇ હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K5crcy
via Latest Gujarati News
0 Comments