વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યાં, થોડીવારમાં જાહેરસભા સંબોધશે

અમદાવાદ, તા. 26 મે 2019 રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે ગુજરાતની મુલાકાતે છે. ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. 30મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા PM મોદી માતા હીરાબાના આશિર્વાદ લેવા ગુજરાત આવવાના છે.

ખાનપુર જે.પી ચોકીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોકમાં ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે. મોદી અહીં કાર્યકરોને સંબોધન પણ કરશે. 

લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર એકસાથે ગુજરાત આવી રહ્યાં છે ત્યારે કોઇ પણ પ્રકારનો દારૂગોળાનો ઉપીયોગ કરવામા નહી આવે સાથે જ ઢોલ નગારા પણ શાંત રહેશે. જીતની ઉજવણી સુરતની ઘટનાને ધ્યાનમાં રાખી ખુબ જ શાંત વાતાવરણમાં કરવામાં આવશે.

સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓનાં મોતના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે ગુજરાત ભાજપે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા રાજ્યપાલ ઓ.પી.કોહલી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રામવિલાસ પાસવાન, કુંવરજી બાવળીયા, વાસણ આહિર વગેરે પહોંચ્યા હતા. 

Live: 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યાં

- આવતીકાલે કાશી વિશ્વનાથના દર્શન કરશે

- વિજય રૂપાણી અને નીતિન પટેલ એરપોર્ટ પર પહોંચ્યા



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ez4IzU
via Latest Gujarati News

Post a Comment

0 Comments