30મી મેએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેશે નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, તા. 26 મે 2019, રવિવાર

નરેન્દ્ર મોદી 30 મેના રોજ સાંજે 7 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેશે . આ મુદ્દે રાષ્ટ્રપતિ ભવને અધિસુચના જાહેર કરી દીધી છે. જે મુજબ નરેન્દ્ર મોદી 30 મેએ સાંજે 7 વાગ્યે પદ અને ગૃપ્તતાના શપથ અપાવશે. શપથગ્રહણ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. નરેન્દ્ર મોદી સાથે મંત્રીપરિષદના સહયોગીઓ પણ શપથ લેશે.

આ પહેલા નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં NDAના નેતાઓનું પ્રતિનિધીમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને તેમને સમર્થન પત્ર સોંપ્યું હતું અને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K7jtNN
via Latest Gujarati News

Post a Comment

0 Comments