ઇમરાન ખાને ફોન કરી નરેન્દ્ર મોદીને જીતની શુભકામના આપી


નવી દિલ્હી, તા. 26 મે 2019, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે ફોન કરી લોકસભાની ચૂંટણીમાં જીત માટેની શુભકાનમા આપી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયની પ્રેસ વિજ્ઞપ્તીમાં કહેવામાં આવ્યું છે કે, ઇમરાન ખાને વડાપ્રધાન મોદીને મળીને કામ કરવાની ઇચ્છ વ્યક્ત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલીફોનીક અને જીતની શુભકામના માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો આભાર માન્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, સહયોગ તથા આ વિસ્તારની ઉન્નતિ અને વિકાસ માટે વિશ્વાસ અને આતંકવાદ તથા હિંસામુક્ત વાતાવરણ બનાવવું જરૂરી છે. વડાપ્રધાન મોદીએ પોતાની સરકારની પાડોશી પહેલાની નીતિ પર પણ વાત કરી.

પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ઇમરાન ખાન દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને ઉન્નતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇમરાન ખાને બંન્ને દેશોની જનતાની ભલાઇ માટે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HQlV8E
via Latest Gujarati News

Post a Comment

0 Comments