અમેરિકા-ચીન વચ્ચેનો વ્યાપાર 20 ટકા ઘટીને 173 અબજ ડોલર


ટ્રમ્પની ધમકી વચ્ચે 10 અને 11મેના રોજ બંને દેશો વચ્ચે વાટાઘાટો થશે

ટ્રમ્પ ચીનની 200 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા ડયુટી નાખશે તો બંને દેશો વચ્ચેનો વેપાર હજુ ઘટશે 

એપ્રિલ મહિનામાં ચીનની કુલ નિકાસ 2.7 ટકા ઘટીને 193.49 અબજ ડોલર રહી હતી 

ચીનની અમેરિકામાં નિકાસ 13 ટકા ઘટીને 31.4 અબજ ડોલર

ચીનમાં અમેરિકાની આયાત 26 ટકા ઘટીને 10.3 અબજ ડોલર 

(પીટીઆઇ) બેઇજિંગ, તા. 9 મે, 2019, ગુરૂવાર

વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને કારણે ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં અમેરિકા અને ચીનના  દ્વિપક્ષીય વેપારમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. જો ટ્રમ્પ ચાલુ સપ્તાહમાં અમેરિકાની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારીને ૨૫ ટકા કરશે તો બંને દેશોના વેપારમાં વધુ ઘટાડો થશે. 

૯ અને ૧૦ મેના રોજ વોશિંગ્ટનમાં યોજાનાર મહત્ત્વપૂર્ણ ૧૧મા રાઉન્ડની મંત્રણા અગાઉ જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ દ્વારા આ આંકડા જારી કરવામાં આવ્યા છે. 

ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના સમયમાં બંને દેશોનો વચ્ચેેનો વેપાર ૨૦૧૭ની સરખામણીમાં ૨૦ ટકા ઘટીને ૧૭૩ અબજ ડોલર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન ગયા વર્ષથી ડયુટી મુદ્દે જેવા સાથે તેવાની નીતિ અપનાવી રહ્યાં છે. 

ચીનના સરકારી અખબારના જણાવ્યા અનુસાર જો ટ્રમ્પ ચાલુ સપ્તાહમાં ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની ડયુટી ૧૦ ટકાથી વધારી ૨૫ ટકા કરશે તો બંને દેશોના વેપારમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળશે.  ટ્રમ્પની ધમકીની વચ્ચે ૧૦ અને ૧૧ મેના રોજ બંને દેશો વચ્ચે ૧૧મા રાઉન્ડની મંત્રણા શરૃ થશે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં ચીનની કુલ નિકાસ ૨.૭ ટકા ઘટીને ૧૯૩.૪૯ અબજ ડોલર રહી હતી.  ચીનમાં અમેરિકાની આયાત ૨૬ ટકા ઘટીને ૧૦.૩ અબજ ડોલર રહી હતી. જ્યારે ચીનની અમેરિકામાં નિકાસ ૧૩ ટકા ઘટીને ૩૧.૪ અબજ ડોલર રહી હતી. ટ્રમ્પની માગ છે કે ચીન ૩૭૫ અબજ ડોલરની વેપાર ખાધ ઘટાડે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vQ9GDH
via Latest Gujarati News

Post a Comment

0 Comments