શ્રીલંકાએ 200 મૌલાના સહિત 600 વિદેશી નાગરીકોનો દેશનિકાલ કર્યો


નવી દિલ્હી, તા. 05 મે 2019, રવિવાર

ઇસ્ટરના આત્મઘાતી હુમલા બાદથી શ્રીલંકાએ અત્યાર સુધીમાં 200 મૌલાના સહિત 600થી વધારે વિદેશી નાગરિકોનો દેશનિકાલ કરી ચુક્યું છે. શ્રીલંકાના ગૃહમંત્રી વાજિરા અભયવર્ધને કહ્યું કે, આ મૌલાના કાયદેસર દેશમાં આવ્યા હતા, પરંતુ હુમલા બાદ થયેલી સુરક્ષા તપાસમાં જાણવા મળ્યું કે, તેમના વિઝા પૂર્ણ થઇ ચૂક્યા હોવા છતાં દેશમાં રહેતા હતા. તેથી તેમના પર દંડ લગાવી દેશ છોડાવ્યો છે.

તેમણે કહ્યું કે, દેશમાં સુરક્ષાની હાલની સ્થિતીને ધ્યાનમાં રાખીને અમે વિઝા પ્રણાલીની સમીક્ષા કરી અને ધાર્મિક શિક્ષકો માટે વિઝા પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. આ 600 લોકોમાંથી 200 મૌલાના છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DOngM0
via Latest Gujarati News

Post a Comment

0 Comments