લોકસભા ચૂંટણી 2019: 5માં તબક્કાનું મતદાન કાલે, સૌથી વધુ મહિલા ઉમેદવારો આ તબક્કામાં


નવી દિલ્હી, તા. 05 મે 2019, રવિવારે

17મી લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન આવતી કાલે યોજાશે. આવતીકાલે સાત રાજ્યોની 51 સીટ પર મતદાન યોજાશે. જેમાં ઉત્તર પ્રદેશની 14, રાજસ્થાનની 12, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 7-7, બિહારની 5, ઝારખંડની 4 અને જમ્મુ કાશ્મીરની 2 સીટો પર મતદાન યોજાશે.

2014ની લોકસભાની ચૂંટણીમાં આ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીને 51માંથી 39 સીટો પરથી જીત મળી હતી. જો કે ભાજપે આ વખતે આ તબક્કાના પોતાના 15 સાંસદોનું પત્તુ કાપ્યું છે. આ પાંચમાં તબક્કામાં તે 12 સીટો ભાજપ માટે પડકારજનક છે જ્યાં ભાજપે ક્યારેય જીત મેળવી નથી.

પાંચમાં તબક્કામાં સૌથી વધારે મહિલા ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં 12% મહિલાઓ ચૂંટણી લડી રહી છે. જે બાકી તબક્કાની સરખામણીએ સૌથી વધારે છે. પાંચમાં તબક્કામાં સમાજવાદી પાર્ટી તરફથી પુનમ સિન્હાને ટીકિટ આપવામાં આવી છે. આ સિવાય અમેઠીથી સ્મૃતિ ઇરાની, રાયબરેલીથી સોનિયા ગાંધી સહિતની મહિલો આ તબક્કામાં મેદાને છે.

આ તબક્કો ખાસ છે કારણ કે આ તબક્કામાં રાજકિય ક્ષેત્રના દિગ્ગજ ચહેરાનુ ભાવી નક્કી થવાનુ છે. જેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી  રાજ્યવર્ધન સિંહ રાઠોડ, સ્મૃતી ઇરાની, જયંત સિંહ, અર્જુન રામ મેઘવાલ અને કોગ્રેસના સૌથી મોટા નેતા રાહુલ ગાંધી અને સોનીયા ગાંધીનુ પણ આવતીકાલે ભાવી નક્કી થવાનુ છે.

આ ઉપરાંત આ તબક્કામાં તે ચાર સીટો પર પણ મતદાન થવાનું છે. જે સીટો પરથી દેશના વડાપ્રધાન પસંદ કરવામાં આવ્યા છે. જેમાં રાયબરેલીથી ચૂંટણી જીતીને ઇન્દીરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા. અમેઠીથી ચૂંટણી જીતીને રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા. જ્યારે વાજપાયી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેઓ લખનૌ સીટથી ચૂંટણી લડી હતી. આ સિવાય વીપી સિંહ ફતેહપુરથી ચૂંટણી જીતી વડાપ્રધાન બન્યા હતા. આમ દેશને 4 પૂર્વ વડાપ્રધાન આપનારી સીટો પર પણ આ તહબક્કામાં આવતીકાલે મતદાન થશે.

પાંચમાં  તબક્કાની 51 સીટોમાંથી 20 સીટો રેડ એલર્ટ ઝોનમાં રાખવામાં આવી છે. જેનો અર્થ તે થયો કે આ સીટો પર નસીબ અજમાવી રહેલા 3 અથવા તેનાથી વધારે ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V1Xutx
via Latest Gujarati News

Post a Comment

0 Comments