
નવી દિલ્હી, તા. 12 મે 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીના 6ઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. 7 રાજ્યોની 59 લોકસભા સીટો પર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આજે બપોરે 3 વાગ્યા સુધીના છઠ્ઠા તબક્કાના મતદાનના આંકડા આવી ચુક્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 46.52% મતદાન નોંધાયું છે. જેમાં પ.બંગાળ સૌથી આગળ છે.
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 63.09%, હરિયાણામાં47.57%, ઉત્તરપ્રદેશમાં 40.96% , બિહારમાં 43.76%, ઝારખંડમાં 54.09%, દિલ્હીમાં 44.04% અને મધ્યપ્રદેશમાં 48.53% મતદાન નોંધાયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WD4ChK
via Latest Gujarati News
0 Comments