
નવી દિલ્હી, તા. 12 મે 2019, રવિવાર
ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ભોપાલમાં પોતાનો મત આપ્યો. જો કે, તેમની સામે ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નહી કારણ કે તેઓ ભોપાલ લોકસભા સીટના મતદાતા નથી. જ્યારે સાધ્વી પ્રજ્ઞાએ આજે સવારે રેવેરા ટાઉન મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપ્યો.
મતદાન બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ધર્મયુદ્ધ છે. સમગ્ર દેશમાં ભાજપને આગાઉ કરતા પણ વધારે સીટો મળશે અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે.
જ્યારે મતદાર યાદીમાં કોંગ્રેસના ઉમેદવા દિગ્વિજયસિંહનું નામ મધ્યપ્રદેશના રાજગઢ લોકસભા મતવિસ્તારમાં આવતા રાઘોગઢમાં છે તેથી તેઓ પોતાના માટે ભોપાલ લોકસભાની સીટ પરથી મત નહી આપી શકે. જ્યારે ન્યૂઝ એજન્સીની વાતચીતમાં દિગ્વિજયસિંહે કહ્યું કે, તેઓ જોશે અને પહોંચવાનો પ્રયત્ન કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VihWqc
via Latest Gujarati News
0 Comments